કર્ણાટક પ્રિમીયર લીગ મેચ પર સટ્ટો લેતા શખ્સની ધરપકડ

1442406258_Karnataka Premier League cricket bookie accused arrest– પોલીસે આરોપી પાસેથી રૂ. 40 હજારની માલમત્તા કબજે કરી

– મૈસુર વોરિયર અને હુબલી વચ્ચેની મેચ પર સટ્ટો લેતા હતા

અમદાવાદ તા. 16 સપ્ટેમ્બર 2015

કર્ણાટક પ્રિમીયર લીગ પર નરોડામાં કેટલાક શખ્સો સટ્ટો લેતા હોવાની માહિતીને આધારે ક્રાઈમ બ્રાંચે અહીં દરોડો પાડીને એક શખ્સની ધરપકડ કરી હતી. જ્યારે બે શખ્સ ભાગી ગયા હતા. પોલીસે અહીંથી ૩૧ મોબાઈલ અને લેપટોપ મળીને રૃ. ૪૦,૦૦૦ ની માલમતા કબજે કરી હતી.

ક્રાઈમ બ્રાંચે માહિતીને આધારે સોમવારે સાંજે ૭.૩૦ વાગ્યે નરોડામાં નિકોલ ગામ સ્થિત દેવકૃપા ફ્લેટ પર દરોડો પાડયો હતો. જ્યાં આરોપી ભદ્રેશ બકુલભાઈ ડોૅગા  કેપીએલ ( કર્ણાટક પ્રિમીયર લીગ ) ટ્વેન્ટી ટ્વેન્ટીની મૈસુર વોરીયર તથા હુબલી વચ્ચે રમાતી મેચ પર સેસન્સ તથા ગ્રાહકોને બોબડી કાર્ડ આપીને સટ્ટો લેતો હતો. જેમાં પોલીસે ભદ્રેશની ધરપકડ કરીને ૩૧ મોબાઈલ, લેપટોપ તથા હેન્ડ ફ્રી મળીને રૃ. ૪૦ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

જોકે અલ્પેશ કાંતિભાઈ વેકરિયા અને પંકજ નામના શખ્સો ભાગી ગયા હતા એમ પોલીસે કહ્યું હતું.

Leave A Reply