નેપાળી યુવતીઓ પર બળાત્કારનો આરોપી સાઉદીનો રાજદ્વારી ભારત છોડી ભાગી ગયો

News2_20150917095424553બે નેપાળી મહિલાઓ સાથે બળાત્કાર કરવાના મામલે ઝડપાયેલા સાઉદી અરબના રાજદ્વારીએ બુધવારે ભારત છોડી દેવાનો વારો આવ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા વિકાસ સ્વરૂપે આ બાબતે વધુમાં જણાવ્યું કે સાઉદી અરબના રાજદ્વારી મજીદ હસન અસુર ભારત છોડીને જતા રહ્યાં છે. વધુમાં એમ પણ કહ્યું કે વિયેના કન્વેન્શનમાં જણાવેલા નિયમો મુજબ રાજદ્વારી સામે કાર્યવાહી કરવામાં આવી રહી હતી. નેપાળની બે મહિલાઓએ સાઉદી અરબના રાજદ્વારી પર બંધક બનાવીને બળાત્કાર કરવાનો આરોપ લગાવ્યો હતો. 

આ દરમિયાન ગુડગાંવ પોલીસે દાવો કર્યો છે કે બે નેપાળી મહિલાઓને ફોસલાવીને દિલ્હી લાવનાર એજન્ટ ધરપકડથી બચવા માટે ગમે ત્યારે દેશમાંથી બહાર ભાગી શકે છે. જોકે, પોલીસે એમ પણ કહ્યું કે  જ્યાં સુધી વિદેશ મંત્રાલય પાસેથી 9મી સપ્ટેમ્બરે મોકલવામાં આવેલ વિસ્તૃત અહેવાલ પર કોઈ પ્રતિક્રિયા ન આવે ત્યાં સુધી આ કેસમાં તે વ્યક્તિ વિરુદ્ધ કોઈ કાર્યવાહી થઈ શકે તેમ નથી. આ એજન્ટની ઓળખ અનવર તરીકે થઈ છે. અનવર દિલ્હીમાં કામ કરે છે અને સમગ્ર દિલ્હીમાં ઘરેલુ સહાય ઉપલબ્ધ કરાવે છે.

Leave A Reply