ચિલીમાં 8.3ની તીવ્રતાનો જબરદસ્ત ધરતીકંપ, સુનામીની ચેતવણી

News5_20150917082906789દક્ષિણ અમેરિકાના ચિલી દેશમાં 8.3ની તીવ્રતાનો જબરદસ્ત ધરતીકંપ આવ્યો છે. ધરતીકંપના કારણે રાજધાની સાન્ટિયાગોમાં અનેક ઈમારતોને નુક્સાન પહોંચ્યું છે. 

સાન્ટિયાગોથી લગભગ 246 કિલોમીટર દૂર ઉત્તર પશ્ચિમમાં તટીય વિસ્તારોમાં ધરતીકંપની તીવ્રતા 8.3 રિક્ટર સ્કેલ પર નોંધાઈ છે. પેસેફિક સુનામી વોર્નિંગ સેન્ટરે ચેતવણી આપી છે કે ધરતીકંપના કારણે  વિનાશકારી સુનામીની લહેરો ઉત્પન્ન થઈ શકે છે. ધરતીકંપના કારણે દીવાલો પડવાથી પાંચ વ્યક્તિનાં મોતના અહેવાલ છે. સુનામીની ચેતવણીને કારણે દરિયાકાંઠાના વિસ્તારોને ખાલી કરાવી દેવાયા છે. અમેરિકાના ભૂગર્ભ સર્વેક્ષણ અનુસાર ધરતીકંપનું કેન્દ્રબિન્દુ ઈલ્લાપેલ શહેરથી 55 કિલોમીટર દૂર પશ્ચિમમાં નોંધાયું હતું. ધરતીકંપ સ્થાનિક સમય અનુસાર સાંજે 7.54 વાગે આવ્યો હતો. 

ઈલ્લાપેલના મેયર ડેનિસ કોર્ટસે જણાવ્યું હતું કે હાલ મળતી માહિતી મુજબ એક વ્યક્તિનું મોત નીપજ્યું છે અને 15 લોકો ઘાયલ થઈ ગયા છે. પેરુ અને હવાઈમાં પણ સુનામીની ચેતવણી આપવામાં આવી છે

Leave A Reply