Friday, April 19

મંદિરમાં મનની શુદ્ધતા જ નહીં પરંતુ સ્વચ્છતા પણ જરૂરીઃ સુપ્રીમ કોર્ટ

Want create site? Find Free WordPress Themes and plugins.

News2_20150918185728662મંદિરમાં ફક્ત મનની શુદ્ધતા જ નહીં પણ મંદિર અને તેની આસપાસ સ્વચ્છતા પણ જરૂરી છે. આ સાથે સર્વોચ્ચ અદાલતે મંદિર અને તેની આસપાસ ફેલાતી ગંદકી અંગે નારાજગી વ્યક્ત કરી હતી.

દિલ્હીના કાલકાજી મંદિર અને તેની આસપાસ સાફ-સફાઈ રખાતી નથી. આ માહિતી અપાયા પછી સુપ્રીમ કોર્ટે આ મુજબની ટકોર કરી હતી. કાલકાજી મંદિરની માલિકીને લગતાં કેસની સુનાવણી વખતે ન્યાયમૂર્તિ દીપક મિશ્રા અને ન્યાયમૂર્તિ પ્રફુલ્લ સી. પંતની બનેલી બેન્ચે આ અંગેનો અહેવાલ 10 દિવસમાં રજૂ કરવા દક્ષિણ દિલ્હી નગર નિગમ (એસડીએમસી)ને તાકીદ કરી હતી. 

બેન્ચે વધુમાં જણાવ્યું હતું કે મંદિર અંગે કાયદો હજુ સુધી ઘડાયો ન હોવાથી અમે તેના વિશે કાંઈ કહી શકીએ નહીં. કોર્ટ આ માટે તેની પોતાની સમિતિની રચના કરશે. 

Did you find apk for android? You can find new Free Android Games and apps.

Leave A Reply

38 + = 41

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud