Friday, April 19

ગુજરાત પોલીસની આ કરતૂતોથી જણાશે કે હજુ પણ ગઈ નથી પોલીસની તાનાશાહી !

Want create site? Find Free WordPress Themes and plugins.

News10_20151001130541210ગાંધીનગર નજીક કરાઇ પોલીસ એકેડમી ખાતે ખાખી વર્દીનો પાવર બતાવીને આઇપીએસ અધિકારીએ 15 પોલીસકર્મીઓને બંધક બનાવ્યા હોવાની ચકચારી ઘટના સામે આવી છે. દેશને આઝાદ થયે આટ આટલા વર્ષો વીતી ગયા પરંતુ લાગે છે કે હજુ ગુલામીની અવસ્થા ગઈ નથી. અંગ્રેજોની તાનાશાહી મરી પરવારી નથી. ગુજરાતમાં પોલીસ સાથે પણ કઈક આવું જ જોવા મળી રહ્યું છે. એવી કેટકેટલીય પોલીસની કરતૂતો સામે આવે છે જેનાથી સામાન્ય જનતાની હાલાકી ખુબ વધી જાય છે. અને જે પોલીસ જનતાની સુરક્ષા માટે છે તે ભક્ષક બનીને રહી જાય છે. આવી જ કેટલીક કરતૂતો વિશે ચર્ચા કરીએ જેનાથી એ પૂરવાર થાય છે કે ગુજરાત પોલીસની તાનાશાહી હજુ ખતમ થઈ નથી જે સામાન્ય પ્રજાજનોએ ભોગવવું પડે છે. 

(1) કોમ્યુનિકેશનના એડી. ડીઆઇજી વિપુલ વિજોય જેમની પાસે કરાઇ ડાયરેક્ટરનો ચાર્જ છે, તેમણે બંગલાનાં ગેરેજમાં 17 પોલીસકર્મીઓને બંધક બનાવ્યા હોવાનો આક્ષેપ કરાયો છે. બંધક બનાવેલામાં એક પીએસઆઇ, ૧૨ એએસઆઇ, ચાર ડ્રાઇવરનો સમાવેશ થાય છે. મોડે મોડે જો કે ડીજીપી ઠાકુર અને રેન્જ આઈજી હસમુખ પટેલે દખલગીરી કરીને આ તમામ બંધક કર્મચારીઓને છોડી મૂકાયા હોવાની માહિતી મળી હતી. પરંતુ બંધક કર્મચારીઓએ તેમની સાથે ખરાબ વર્તન થયું હોવાનું જણાવ્યું હતું. એક ઉચ્ચ દરજ્જાના પોલીસ અધિકારીનું તેના સાથી પોલીસકર્મીઓ સાથેનું આ વર્તન કેટલું વ્યાજબી છે. તેઓ સામાન્ય નાગરિકો સાથે કેવું વર્તન કરી શકે તે પણ ચોંકાવનારું છે.

(2)  તાજેતરમાં જ પાટીદાર આંદોલન સંદર્ભે 25મી ઓગસ્ટે અમદાવાદમાં પાટીદારોની જે મહારેલી યોજાઈ ગઈ તેના પછી પાટીદાર નેતા હાર્દિક પટેલની અટકાયત બાદ સમગ્ર ગુજરાતમાં જે રમખાણો ફાટી નિકળ્યાં હતાં તેમાં પોલીસની ભૂમિકાની ખુબ નિંદા થઈ હતી. પાટીદારો પર પોલીસે જે દમન કર્યો હતો તે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાસ્પદ બની ગયો હતો. પાટીદારો પર લાઠીચાર્જ કરતા શ્વેતાંગ પટેલ જેવો નિર્દોષ પાટીદાર યુવાન મોતના મુખમાં ધકેલાઈ ગયો હતો. રમખાણોમાં પોલીસની શંકાસ્પદ ભૂમિકાની તમામે નોંધ લીધી હતી. 

(3)  થોડા સમય પહેલા જ  આઈપીએસ નિર્લિપ્ત રાયે એક ગુજરાતી પીએસઆઈ પટેલ (ફ્રેશ & ફિક્સ પગારવાળા)ને ગંદી રીતે ગુજરાતી ઉચ્ચારણો કરીને ધધડાવ્યાં હતાં. એવું કહેવાય છે કે રાયે પીએસઆઈ પટેલને ફોન પર તતડાવ્યાં હતાં. 

(4) તાજી તાજી જ વાત છે કે હિંમતનગરના પીઆઈએ પાટીદાર સમાજના ક્ન્વીનરને ધમકી આપી દીધી છે કે જો એક પણ કાર્યક્રમ યોજાશે તો ગોળી મારી દેવામાં આવશે. પાટીદાર અનામત આંદોલનના અહીંના કન્વિનર રવિ પટેલે જિલ્લા કલેક્ટરને રજુઆત કરી છે કે તેઓ હિંમતનગરમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ માટે જગ્યા જોવા ગયા હતાં. તેમને આવા કોઈ કાર્યક્રમ ન યોજવા માટે જણાવાયું છે.  

Did you find apk for android? You can find new Free Android Games and apps.

Leave A Reply

39 − 29 =

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud