Tuesday, December 10

ભાવ આસમાને જતાં દાળનો ચટકો મોંઘો બન્યો

1444241413_a3ગૃહિણીના રસોડાથી માંડીને હોટલ-રેસ્ટોરન્ટમાં ભાવની ઇફેક્ટ

હોટલોમાં દાળભાત ,દાળબાટી , દાળફ્રાયના ભાવ વધ્યા -ગુજરાતી થાળીમાં યે દાળની માત્રા સિમિત બની- શાકભાજીનો ઉપયોગ વધ્યો

અમદાવાદ ,બુધવાર
મોંઘવારીના મારમાં આમઆદમી પિસાઇ રહ્યો છે. તુવેર સહિત તમામ પ્રકારની દાળના ભાવ આસમાને પહોંચ્યાં છે. દાળના ભાવ પ્રતિકિલો રૃા.૧૫૦થી વધ્યાં છે. હજુયે ભાવો વધવાના આસાર છે. આ સંજોગોમાં ગૃહિણીઓના રસોડાથી માંડીને શહેરની હોટલો – રસ્ટોરેન્ટ સુધી તેની સીધી અસર જોવા મળી રહી છે. ટૂંકમાં દાળનો સ્વાદ માણવો યે હવે મોંઘો બન્યો છે. દાળના ભાવો વધતાં અમદાવાદ શહેરની હોટલોમાં દાળબાટી, દાળફ્રાય ,દાળભાત સહિતની વાનગીઓના ભાવ હોટલમાલિકોએ વધારી દીધાં છે. દાળના ભાવ હવે હોટલમાલિકોને પોષાય તેમ નથી. દાયફ્રાયની ડીશના ભાવ રૃા.૬૦ થી વધારીને રૃા.૭૦ કરી દેવાયાં છે જયારે દાળબાટીના ભાવ રૃા.૭૦થી વધારીને રૃા.૯૦ કરી દેવાયાં છે. ગુજરાતી થાળીમાં અત્યાર સુધી ગ્રાહકની માંગ અનુસાર દાળ પિરસાતી હતી પણ હવે થાળીમાં દાળની એકથી વધુ વાટકી જોઇએ તો વાટકી દીઠ વધારાનો ભાવ લેવાય છે. દાળભાતના ભાવ વધારી દેવાયા છે. ગુજરાતી થાળીમાં હવે કઠોળ-દાળની માત્રા સિમિત કરીને શાકભાજી,ફરસાણ સહિતની વાનગીઓ વધારીને ગ્રાહકને જાળવી રાખવા હોટલ માલિકો પ્રયાસ કરી રહ્યાં છે. આ જ પ્રમાણે ટિફિન સેવામાં યે દાળના ભાવ વધતાં રૃા.૫નો વધારો કરી દેવાયો છે. આમ, દાળના ભાવો યે રસોડાના બજેટને ડગમગાવી દીધું છે.

Leave A Reply