Saturday, December 14

મેક્સિકોમાં James Bond વિશે ખાસ પ્રદર્શન યોજાશે

1444209784_bond– પ્રદર્શનમાં તમામ ફિલ્મોની 400 ચીજો રજૂ કરાશે

મેક્સિકો સિટી તા.8

 જગવિખ્યાત બ્રિટિશ એજન્ટ જેમ્સ બોન્ડની તમામ ફિલ્મોમાં વપરાયેલી કેટલીક ચીજોનું એક વિશિષ્ટ પ્રદર્શન મેક્સિકો સિટિમાં યોજાવાનું હોવાના સમાચાર પ્રગટ થયા હતા.

મેક્સિકો સિટીના કાર્સો પ્લાઝાને આ માટે બુક કરાયો હોવાનું ઇએફઇ ન્યૂઝ એજન્સીએ પ્રગટ કરેલા અહેવાલમાં જણાવાયું હતું. આ પ્રદર્શનમાં બોન્ડની ફિલ્મોેમાં બોન્ડે વાપરેલા સાધનો વગેરે ચારસો ચીજો રજૂ થશે. ફિલ્મોની સ્ક્રીપ્ટ્સ, સ્કેચીઝ, શસ્ત્રો, ફોટોગ્રાફ્સ, વોર્ડરોબ્સ અને ટેક્નિકલ ચીજો પણ આ પ્રદર્શનમાં રજૂ થશે.

લંડનના બાર્બિકન સેન્ટરે કરેલો સંગ્રહ અત્યાર અગાઉ પ્રદર્શન રૃપે ટોરેન્ટો, મેલબોર્ન, શાંઘાઇ વગેરે શહેરોમાં પણ રજૂ થઇ ચૂક્યો છે એમ આ અહેવાલમાં જણાવાયું હતું.

Leave A Reply