Tuesday, December 10

ગુજરાતમાં અશાંતિનો માહોલ પેદા થાય તેવી ઓડિયો ક્લિપથી ચકચાર

1444354804_audio-clipફરિયાદ ન લેવાતા પોસ્ટથી મુખ્યમંત્રીથી લઈને ડીજી સુધી કોપી મોકલી

નિલેશ એરવાડિયાની જેમ રાજદ્રોહનો ગુનો નોંધવાની માંગણી

અમદાવાદ, ગુરૃવાર
સોશ્યલ મિડીયા અને ઈન્ટરનેટના માધ્યમથી ફરતી થયેલી એક ઓઢિયો ક્લિપમાં પાટીદાર સમાજ વિરૃધ્ધ ખૂબ જ અભદ્ર ભાષાનો ઊપયોગ કરાતા પાટીદાર સમાજના અગ્રણીઓ આ ક્લિપ સાથે ક્રાઈમ બ્રાંચની ઓફિસે ધસી ગયા હતા. જોકે ક્રાઈમ બ્રાંચે ફરિયાદ ન લેતા તેમણે પોસ્ટ મારફતે રાજ્યનાં ગૃહમંત્રીથી લઈને રાજયના પોલીસ વડા ઊપરાંત ગુજરાત હાઈકોર્ટને ફરિયાદની નકલ રવાના કરી છે. આ ઓડિયોને પગલે આંતરવિગ્રહ ફાટી નીકળે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
સવર્ણ એકતા પંચના કન્વીનર સતીષ નટુભાઈ પટેલે પત્રમાં જણાવ્યું છે કે ઓડિયો ક્લિપમાં અભદ્ર ભાષાનો ઊપયોગ કરીને ગુજરાતમાં અશાંતિનો માહોલ ઊભો કરવાનું કાવતરૃ રચવામાં આવ્યું છે. રાષ્ટ્રની ઘરોહર કહેવાય તેવા સરદાર પટેલનું સ્ટેચ્યુ બનાવીને મુકી બતાવો એમ પણ આ ઓડિયો ક્લિપમાં કહેવાયું છે. ક્લિપમાં યુવાને પોતાનું નામ અને મોબાઈલ નંબર પણ જણાવ્યા છે. જેમાં બીજા ચારથી પાંચ યુવાનો પણ છે. તેમની સામે સમાજમાં વર્ગવિગ્રહ ન ફેલાય તથા જાતિવાદ તોફાનો ફાટી ન નીકળે તે માટે રાષ્ટ્રદ્રોહનાં ગુના હેઠળ ફરિયાદ નોંધવા વિનંતી કરવીમીં આવી છે.
અગાઊ નિલેશ એરવાડિયા સામે આ જ પ્રકારનાં કેસમાં રાજદ્રોહનો નોંધાયો હતો. એરવાડીયાએ આટલી હલ્કીકક્ષાના શબ્દોનો ઊપયોગ કર્યો ન હોવાછતા સરકારે જાતે પક્ષકાર બનીને ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી હતી. તો આ કેસમાં તો તેનાથી પણ બેફામ અને અભદ્ર ભાષાનો ઊપયોગ કરાયો છે. આમ આ ઓડિયો ક્લિપ બનાવનારાઓ સામે પણ રાજદ્રોહની ફોજદારી ફરિયાદ દાખલ કરવા પત્રમાં જણાવાયું છે. આ પત્રની નકલ રજીસ્ટર્ડ એડી દ્વારા રાજ્યનાં મુખ્યમંત્રી, ગૃહ રાજ્યમંત્રી, ડીજી, પોલીસ કમિશનર (અમદાવાદ),પોલીસ કમિશનર(રાજકોટ), ક્રાઈમ બ્રાંચ (અમદાવાદ) અને માનનીય મુખ્ય ન્યાયાધીશ (ગુજરાત હાઈકોર્ટ)ને રવાના કરવામાં આવી છે, એમ સતીષ પટેલે કહ્યું હતું.

Leave A Reply