Saturday, December 14

સોશિયલ મીડિયા પરથી વાંધાજનક કન્ટેન્ટ દૂર કરાશે

1444354048_social-mediaટ્વિટ્ટર, ફેસબૂક, વોટ્સએપ સહિતના

ઓડિયો-વિડિયો વ્યાપક પ્રમાણમાં ફરતા થતાં સરકારનો નિર્ણય

દાદરીકાંડ બાદ કોમી ઉશ્કેરણીજનક મેસેજીસ, ફોટોગ્રાફ્સ, ઓડિયો-વિડિયો વ્યાપક પ્રમાણમાં ફરતા થતાં સરકારનો નિર્ણય


ટ્વિટ્ટર, ફેસબૂક અને વોટ્સએપ સહિતના સોશિયલ મીડિયા પરથી કોમી ઉશ્કેરણીજનક, ધિક્કારજનક  મેસેજીસ સહિત વાંધાજનક કન્ટેન્ટ ટૂંકમાં દૂર થઇ શકે છે. આ સંદર્ભમાં તમામ પક્ષકારોની એક બેઠક યોજવાનું કેન્દ્ર સરકારનું આયોજન છે.
ખાસ કરીને દાદરીકાંડ બાદ કોમી ઉશ્કેરણીજનક મેસેજીસ, ફોટોગ્રાફ્સ તેમ જ ઓડિયો-વિડિયો ફરતા કરવા માટે સોશિયલ મીડિયાનો વ્યાપક ધોરણે ઉપયોગ થઇ રહ્યો હોવાના કારણે સરકારે આ નિર્ણય કર્યો છે.
બેઠકમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલય, ટેલિકોમ્યુનિકેશન મિનિસ્ટ્રી, ઇન્ટેલિજન્સ બ્યુરો, એનટીઆરઓ, ફેસબૂક, ટ્વિટ્ટર વગેરેના પ્રતિનિધિઓ આ દૂષણ ડામવા માટેની રણનીતિ ઘડવા અંગે ચર્ચા કરશે.

Leave A Reply