Saturday, December 14

પાંચ પાકિસ્તાની આંતકીઓ ભારતમાં ઘૂસ્યા, રાજ્યોને એલર્ટ

News2_20151012204136342દેશમાં પાચ પાકિસ્તાની આતંકીઓ ઘૂસી આવ્યા હોવાના ગુપ્તચર અહેવાલને પગલે તમામ રાજ્યોને એલર્ટ જારી કરાયું છે. રાજ્યોને આ સાથે તહેવારોની સીઝનમાં કોમી એખલાસ ન ડહોળાય તેમજ શાંતિ જળવાઈ રહે તે માટે સતર્ક રહેવાનો પણ અનુરોધ કરાયો છે.

કેન્દ્રના ગૃહ મંત્રાલયે આંતકીઓના હુમલાને નિષ્ફળ બનાવવા ગીચ બજારો, રેલવે સ્ટેશનો, બસ ટર્મિનસ અને ધાર્મિક સ્થળોએ વધારાના દળો ગોઠવવાની પણ તાકીદ કરી છે. તાજેતરમાં પાંચ પાકિસ્તાની આતંકીઓ ભારતમાં  ઘૂસ્યા હોવાના ગુપ્તચર અહેવાલને પણ આ એડવાઈઝરી જારી કરાઈ છે.

ગૃહ મંત્રાલયે વિશેષ કરીને દિલ્હી, મુબંઈ, કોલકાતા, ચેન્નાઈ, બેંગાલુરુ અને હૈદરાબાદ જેવા શહેરોની પોલીસને આજથી શરૂ થતાં નવરાત્રી, દુર્ગા પૂજા, દશેરા અને મહોરમ દરમિયાન વધુ તકેદારી રાખવાની પણ તાકીદ કરી છે.

Leave A Reply