Wednesday, July 24

દાળોના ભાવ પર કાબૂ મેળવવા દેશના રાજ્યોમાં ધડબડાટી, ગુજરાત સરકાર કુભકર્ણ નિંદરમાં?

News2_20151023200144664હાલમાં આખા દેશમાં દાળના ભાવ ભડકે બળી રહ્યા છે ત્યારે મહારાષ્ટ્ર, કર્ણાટક, રાજસ્થાન અને હરિયાણા જેવા રાજ્યોઓમાં મોટાપાયે રેડ પાડીને સંગ્રહ કરાયેલો 15 હજાર ટન જેટલો દાળનો જથ્થો ઝડપી લીધો છે. આ રાજ્ય સરકારે પગલું દાળોના ભાવ પર કાબૂ મેળવવા માટે લીધો છે. દરેક રાજ્યોમાં આ પ્રકારના પગલાંના કારણે દાળોના ભાવમાં થોડો ઘટાડો થયો છે. એક આંકડા પ્રમાણે આખા દેશના 10 રાજ્યોમાં 3,149 રેડ પાડીને કુલ 50,656.79 ટન દાળન જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. ચોંકાવનારી વાત તો એ છે કે આ દસ રાજ્યોની જાહેર કરાયેલી યાદીમાં ગુજરાતનો સમાવેશ નથી થતો. આમ, ગુજરાત સરકાર સતત વધી રહેલા દાળોના મામલે કુભકર્ણ નિંદ્રામાં છે. નોંધનીય છે કે આજે નાણાપ્રધાન અરૂણ જેટલી દાળના આયાતકારોને મળ્યા હતા અને દાળની વૈશ્વિક પરિસ્થિતિની ચર્ચા કરી હતી. હકીકતમાં 2014-2015ના વર્ષમાં પડેલા ઓછા વરસાદને કારણે દેશમાં દાળના ઉત્પાદનમાં 20 લાખ ટનનો ઘટાડો નોંધાયો છે. આ સિવાય વૈશ્વિક સ્તરે પણ દાળની અછત છે જેના કારણે એની કિંમતમાં ભારે વધારો નોંધાયો છે

 

2Q==

Leave A Reply