PM મોદીના નવા વર્ષે બિહારમાં મળેલી હારની અસર દેખાશે કંઇક આ રીતે

બ્રિટિશ પાર્લામેન્ટની બહાર ‘મોદી નોટ વેલકમ’નાં પોસ્ટર લગાવ્યા પછી હવે ત્યાંની મીડિયાએ બિહારમાં મળેલી હારના સવાલો શરૂ કરી દીધા છે. બ્રિટિશ મીડિયાએ કહ્યું કે ભારતની મુશ્કેલીઓની અસર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પહેલી યૂકે વીઝીટ પર ચોક્કસ જોવા મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારથી ત્રણ દિવસીય બ્રિટન યાત્રા પર છે. 

બ્રિટશ સમાચારપત્ર ફાઇનેશિયલ ટાઇમ્સના એક અહેવાલ પ્રમાણે ‘18 મહીના પહેલાં જોરદાર રીતે જીત મેળવીને સત્તામાં આવનાર નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ લેવલ પર કરિશ્માઇ નેતા સાબિત થયા છે. મોર્ડન ઇન્ડિયાના કોન્સેપ્ટથી મોદીએ જાપાનના વડાપ્રધાન શિંજો આબેથી લઇને બરાક ઓબામા અને દુનિયામાં રહેનારા ભારતીયોને ઇન્સપાયર કર્યા હતા. પરંતુ આ અઠવાડીયે યોજાનારી બ્રિટિશ વિઝીટ પર ઘરેલૂ મુશ્કોલીઓનો સામનો કરવો પડશે. મોદી પોતાની વિઝીટ દરમિયાન બ્રિટનના વડાપ્રધાન ડેવિડ કેમરુન અને ક્વીન એલિઝાબેથ સાથે મુલાકાત કરશે. એલિઝાબેથ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લંચ પણ કરશે.

એક બ્રિટિશ સમાચારપત્ર ‘ધ ઇન્ડિપેન્ડેન્ટ’ના અહેવાલ પ્રમાણે બિહાર ચૂંટણીમાં મળેલી શર્મનાક હારની અસર મોદીના બ્રિટન પ્રવાસ પર જોવ મળશે. બિહારમાં મળેલી હારે વડાપ્રધાનની બ્રિટન યાત્રાને ફિક્કી કરી દીધી છે. મોદી સરકાર પર હાર પછી અસહિષ્ણુતાને લઇને સવાલો ઉભા થઇ રહ્યા છે. હાર પછી વડાપ્રધાન મોદીના વેમ્બલે સ્ટેડિયમમાં ભાષણની દરેક રાહ જોઇ રહ્યા છે, અહીંયા 60 હજાર લોકો વડાપ્રધાનને સાંભળવા આવશે.

Leave A Reply