ભારતીય સમાજમાં મજબૂતાઇ અને વિવિધતા છે: PM મોદી

News2_20151119121158854અસહિષ્ણુતા પર થયેલી મોટી બબાલ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહ્યું કે ભારતમાં સામાજિક મજબૂતી અને વિવિધતા છે. અત્યાર સુધીમાં બીજી વખત નરેન્દ્ર મોદીએ વિવિધતા અને સહિષ્ણુતા જેવા મુદ્દાઓ પર પોતાના મંતવ્યો રજુ કર્યા છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાનને સાંપ્રદાયિક ઘટનાઓ અને અસહિષ્ણુતાના મુદ્દે ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાણિતા મેગેઝિન ધ ઇકોનમિસ્ટમાં લેખ લખ્યો છે. આ લેખના કેટલાક અંશો મેગેઝિનના પેરિસ બેસ્ડ યૂરોપ બિઝનેસ સંવાદાતાઓએ ટ્વીટ કર્યા છે. આ મેગેઝિનના 30માં સ્પેશ્યલ એડિશનમાં નરેન્દ્ર મોદી, આઇએમએફ ચીફ ક્રિસ્ટીન લેગાર્ડ અને નોબર શાન્તિ પુરસ્કાર વિજેતા મલાલા યૂસુફજાઇ જેવી હસ્તીઓએ પોતાના વિચારો રજુ કર્યા હતા. મેગઝિનના કવરપેજ પર લખ્યું છે કે ‘વર્લ્ડ ઇન 2016’ અને આના કવર પેજ પર મોદી સહિત દુનિયાના જાણિતા લોકોના કાર્ટૂન પણ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના લેખમાં લખ્યું છે કે તેમની સરકાર 18 મહિનામાં ઘણા લોકોની આશાઓ પર ખરી ઉતરવાનો પ્રયાસ કર્યો છે. તેમણે લખ્યું છે કે લોકોથી અમારી સરકારથી ઘણી આશાઓ છે. જેમાં કેટલીક આશાઓ બિલકુલ અમારી સામે છે. અમારી સરકાર એ વાતને લઇને પણ સતર્ક છે કે આર્થિક વિકાસ માટેની અમારી ગતિવિધિઓની અસર પર્યાવરણ પર પણ પડી શકે છે. 

Leave A Reply