ગૂગલની દિલ્હી યુનિ.ના વિદ્યાર્થીને ૧.૨૭ કરોડના પગારની ઓફર

1448044893_n6વર્ષ ૨૦૧૬માં અભ્યાસ પૂર્ણ કરી ગૂગલ-કેલિફોર્નિયામાં જોડાશે

નવી દિલ્હી, તા.૨૦
દિલ્હીના એક વિદ્યાર્થીને ગૂગલે વાર્ષિક રૃ. ૧.૨૭ કરોડનું પેકેજ ઓફર કર્યું હોવાના અહેવાલ છે. દિલ્હી ટેક્નોલોજી યુનિવર્સિટીના ચેતન કક્કર નામનો આ યુવક ઈન્ફોર્મેશન ટેક્નોલોજીના છેલ્લાં વર્ષમાં અભ્યાસ કરી રહ્યો છે.
ચેતન કક્કર નામનો આ યુવક ઈન્ફોર્મેશન ટેક્નોલોજીના અંતિમ વર્ષમાં અભ્યાસ કરી રહ્યો છે
આ પહેલાં એક વિદ્યાર્થીને ગૂગલે વાર્ષિક રૃ. ૩૪ લાખનો પગાર ઓફર કર્યો હતો. એટલું જ નહીં, અત્યાર સુધી ગૂગલે ઓફર કરેલો સૌથી વધારે પગાર રૃ. ૯૩ લાખ છે. આમ, ચેતન કક્કરને ઓફર કરાયેલું પેકેજ અત્યાર સુધીનો સૌથી મોટો રેકોર્ડ છે.
સૂત્રોના જણાવ્યાનુસાર, ચેતન વર્ષ ૨૦૧૬માં અભ્યાસ પૂરો કર્યા પછી તુરંત જ અમેરિકામાં ગૂગલ-કેલિફોર્નિયામાં જોડાઈ જશે. અહીં તેને વાર્ષિક રૃ. ૧,૨૫,૭૪,૨૦૦નો પગાર મળશે. ચેતનના પિતા સુભાષ કક્કર મેનેજમેન્ટ સ્ટડીઝના તેમજ માતા રીટા કક્કર દિલ્હી યુનિવર્સિટીમાં જ રસાયણ શાસ્ત્રના અધ્યાપક છે.
દિલ્હી ટેક્નોલોજી યુનિવર્સિટીમાં ઈન્ટરનેશનલ સ્તરનું પ્લેસમેન્ટ હતું ત્યારે ગૂગલના એક ઉચ્ચ અધિકારીએ ચેતનને આ ઓફર કરી હતી. આ અંગે ચેતને કહ્યું હતું કે, હું આ દિવસની ઘણાં લાંબા સમયથી રાહ જોતો હતો અને હું ખૂબ ઝડપથી ગૂગલમાં જોડાવા આતુર છું.

Leave A Reply