Saturday, April 4

ચૂંટણી કાર્યાલય પર લોકોને ભેગા કરવા ફ્રી Wi-Fi ઝોન બનાવ્યો

1448036245_sur7ઉમેદવારોના જાત-જાતના નુસ્ખા

શુક્રવાર
સુરત પાલિકાની ચૂંટણી દિવાળી વિકેશનના કારણે નિરસ જેવી બની ગઈ હોવાથી ચૂંટણી કાર્યાલય પર કાર્યકરો ભેગા કરવા માટે ઉમેદવારોએ જાત જાતના નુસ્ખા અજમાવવા પડી રહ્યાં છે. કેટલાક વિસ્તારોમાં તો ચૂંટણી કાર્યાલય પર ભેગા કરવા માટે મુશ્કેલી હોવાથી ફ્રી વાઈ ફાઈનો દાવ કરવામાં આવ્યો છે. તો અન્ય રાજકીય પક્ષના કાર્યાલય પર રાત્રીના સમયે કાર્યકરોને ભેગા રાખવા માટે સતત નાસ્તા અને ચાનો દૌર ચલાવવામાં આવી રહ્યો છે.
પાલિકાની ચૂંટણીમાં રાજકીય પક્ષોને ચૂંટણી કાર્યાલય પર કાર્યકરોને ભેગા કરવા અનેક મુશ્કેલી નડી રહી છે. શિયાળાની ઠંડીનો માહોલ હોવા છતાં કાર્યકરો ભેગા ન થતાં ઉમેદવારો અને નેતાઓને પરસેવો વળી રહ્યો છે. માંડ માંડ કાર્યકરો ચૂંટણી કાર્યાલય પર આવે છે તેઓ લાંબો સમય કાર્યાલય પર બેસે તે માટે ઉમેદવારો અને નેતાઓએ અનેક કવાયત કરવી પડે છે. સુરત પાલિકાની ચૂંટણીમાં ભાજપ-કોૅંગ્રેસ સાથે અન્ય નાના પક્ષ અને અપક્ષોએ પણ મેદાનમાં ઝંપલાવ્યું છે. અપક્ષ ઉમેદવારોએ ચૂંટણી કાર્યાલય પર ભીડ ભેગી કરવા સૌથી વધુ મશ્કેલી પડી રહી છે. જેના કારણે સુરતના એક અપક્ષ ઉમેદવારો કાર્યાલયની આસપાસ ઉમેદવારો વધુ ભેગા થાય તે માટે ફ્રી વાઈ ફાઈ ઝોન બનાવી દીધો છે. કાર્યાલયના મંડપ બહારજ ફ્રી વાઈ ફાઈ લખી દેતાં રાત્રીના સમયે અનેક લોકો ભેગા થઈ રહ્યાં છે. ફ્રી વાઈ ફાઈનો ઉપયોગ કરનારા મત કોને આપે તે નક્કી નથી પરંતુ અપક્ષ ઉમેદવારના ફ્રી વાઈ ફાઈનો બરોબર ઉપયોગ કરી રહ્યાં છે.
તો બીજી તરફ ભાજપ કોંગ્રેસ સહિતના અન્ય રાજકીય પક્ષોએ કાર્યકરોને ભેગા કરવા માટે રાત્રીના સમયે નાસ્તા સાથે ચા-કોફીનો દૌર ચલાવવો પડી રહ્યો છે. પાણીની જેમ સતત ચા કોફી તથા રાત્રીના બે વખત નાસ્તો આવા કાર્યાલય પર કાર્યકરો ઝાંપટી રહ્યાં છે.

Leave A Reply