દુર્ભાગ્યને દૂર કરવું છે તો અજમાવો આ ઉપાયો

News160_20151122215132126સુખ એ કાયમી નથી સુખ પછી દુઃખ આવે છે. નસીબદાર લોકોના જીવનમાં દુઃખ ક્ષણ ભંગૂર હોય છે. આમછતાં એવા પણ લોકો હોય છે કે જેમની જિંદગીમાંથી દુઃખ જવાનું નામ જ નથી લેતું. વ્યક્તિ પોતાના દુર્ભાગ્યને કોશતી હોય છે. જો તમે પણ આમાંના એક હોય તો અજમાવી જુઓ આ ઉપાય….
દુર્ભાગ્યને દૂર કરવા વિવિધ ઉપાયો અજમાવવા અને ગ્રહોના ઉપાયો કરીને તેમને પણ ખુશ રાખવા.

દુર્ભાગ્ય અને ખરાબ દિવસો દૂર કરવા

  •      કાગળ પર નાના અક્ષરોમાં રામ-રામ શબ્દ લખવા. વધુમાં વધુ સંખ્યામાં રામ નામ લખીને એ કાગળના નાના-નાના ટુકડા કરી નાખવા. હવે લોટની નાની-નાની ગોળીઓ બનાવી એક-એક રામ શબ્દવાળો કાગળ તેમાં લપેટી દેવો. ત્યારબાદ તે લોટની ગોળીઓને વહેતા જળમાં વહાવી દેવી. ર્પૂણિમાથી અમાસ સુધી એમ ઓછામાં ઓછું એક મહિના સુધી આ પ્રયોગ કરતા રહેવું.
  •      આ ઉપરાંત કાચબા અને માછલીઓને દરરોજ લોટની ગોળીઓ ખવડાવવી.
  •      કીડીઓને શેકેલા લોટમાં બૂરું ખાંડ મેળવીને તે મિશ્રણ ખવડાવવું.
  •      શનિવારે એક વાટકામાં સરસવનું તેલ અને એક રૃપિયો નાખીને તેમાં પોતાનો ચહેરો જોવો. ત્યારબાદ આ તેલનું ગરીબ વ્યક્તિને દાન કરી દેવું.
  •      ઇષ્ટદેવ કે દેવીની યથાશક્તિ પૂજા-આરાધના નિયમિત કરવાં, ખરાબ દિવસો શાંતિપૂર્વક પસાર કરવા. ક્રોધ ન કરતાં શાંત રહેવાનો પ્રયત્ન કરવો.
  •     ઉઠતાવેંત ભગવાનના દર્શન કરવા. અને ફૂલ-છોડ તે ઝાડ-પાનની સેવા કરવી. આંગણું વાળવું અને પાણી છાંટવું. પછી સ્વચ્છ થઈ દસ મિનિટ ભગવાનનું ધ્યાન કરવું. સૂર્ય પૂજા કરવી.
  •     જો સવારે કોઈ માંગવા આવે તો તેને ખાલી હાથે પાછો ન ઠેલવો. યથાશક્તિ દક્ષિણા આપવી. તેવીજ રીતે જમવાના સમયે કોઈ આવે અને જમવાની ઈચ્છા કરે તો તેને ઘરની બહાર બેસાડી ભોજન આપવુ.
  •     કૂતરાને રોજ એક રોટલીમાં થોડું દૂધ નાંખી ચોળીને ખવડાવવું. અને ગાયને તાજી રોટલી ગોળ સાથે ખવડાવવી.

 

Leave A Reply