Saturday, April 4

જૂનાગઢ જિલ્લામાં ભાજપના ૨૪ અગ્રણી અને કાર્યકરો સભ્ય પદેથી સસ્પેન્ડ

1448202916_raj2સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગેરશિસ્ત બદલ

ટિકીટ ન મળતા અપક્ષ કે અન્ય પક્ષમાંથી ઉમેદવારી કરી ભાજપ વિરૃદ્ધ પ્રચાર કરતા કાર્યવાહી
જૂનાગઢ, તા. ૨૨
જૂનાગઢ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટિકીટ ન મળવાથી અન્ય પક્ષકે અપક્ષમાંથી ઉમેદવારી કરી ભાજપની વિરૃદ્ધ પ્રચાર કરતા જિલ્લાના ૨૪ આગેવાનો તથા કાર્યકરોને પક્ષના પ્રાથમિક સભ્ય પદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

જૂનાગઢ જિલ્લા પંચાયત તથા નવ તાલુકા પંચાયત તેમજ કેશોદ ન.પા.ની ચૂંટણી આગામી તા. ૨૯ના યોજાનાર છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટિકીટ ન મળતા નારાજ ભાજપના સભ્યોએ અપક્ષ કે અન્ય પક્ષમાંથી ઉમેદવારી નોંધાવી છે. અને ભાજપની વિરૃદ્ધ પ્રચાર કરી રહ્યા છે. આ ગેરશિસ્ત દાખવવા બદલ પ્રદેશ ભાજપની સુચનાથી જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઇ ભાલાળા દ્વારા મેંદરડા તાલુકામાંથી હમીરભાઇ માડમ ભરતભાઇ માડમ, રમેશ હીરપરા, હમીરભાઇ ખાણીયા માળીયા તાલુકામાંથી આલીંગભાઇ સિસોદીયા નટવરસિંહ સિસોદીયા, ગિરીશબેરા જાદરબેન ચૂડાસમા, વંથલી તાલુકામાંથી હરસુખભાઇ શેખાત, ઘનશ્યામ મકવાણા, સુસીલાબેન સોલંકી, ભરમીબેન મુળીયાસીયા, મનોજ ઠુંમર, જાફર મામદ, પલેજા, જૂનાગઢ તાલુકામાંથી કાળુભાઇ વૈશ્વણ, ભરતભાઇ સોંદરવા, મનિષ હીરપરા, વિસાવદર તાલુકામાંથી હરસુખ સરધારા, જેન્તીભાઇ ભુવા, કેશોદ તાલુકાના જાનીબેન બોરખતરીયા, દુધીબેન કરંગીયા, રામજી ચુડાસમા, કનુભાઇ દયાતર, અને સવિતાબેન ચૌહાણને પક્ષના પ્રાથમિક સભ્યપદેથી સસ્પેનડ કરવામાં આવ્યા છે.

Leave A Reply