Saturday, December 14

આમિર ખાનને ઔરંગજેબ અને કંસનું શાસન જોઇએ છે: સાક્ષી મહરાજ

News2_20151124132050256બોલિવૂડ અભિનેતા આમિર ખાનના નિવેદન પછી અસહિષ્ણુતાના મુદ્દા પર દેશમાં એક વખત ફરીથી વિવાદ વકર્યો છે. રાજકારણીઓ ફરીથી આ મુદ્દાને લઇને મેદાનમાં આવી ગયા છે. ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ આમિર ખાનના નિવેદનની ટિકાર કરી છે, તો અરવિંદ કેજરીવાલે આમિર ખાનના નિવદેનનું સમર્થન કર્યું છે. આમિર ખાનના નિવેદન પર વિવાદિત નિવેદનો માટે જાણિતા ભાજપના સાક્ષી મહરાજે પણ સવાલો ઉઠાવ્યા છે.

ભાજપના સાંસદ સાંક્ષી મહરાજે આમિર ખાનના નિવેદન પર પ્રતિક્રિયા આપતાં કહ્યું કે જો આમિર ખાન પોતે એવું બોલે છે તો તેના મનમાં ખોટ છે. ઉત્તરપ્રદેશના ઉન્નાવના સાંસદ સાક્ષી મહરાજે કહ્યું કે ‘જો આમિર ખાન એવું બોલે છે તે તેના મનમાં ખોટ છે, પરંતુ આમિર પહેલાં એ જણાવે કે આવું નિવદેન તે કોના કહેવા પર આપી રહ્યો છે? આમિરને ભારત સારું નથી લાગતું તો શું ઇરાન અને ઇરાક સારું લગા છે. શું આમિરને ઔરંગજેબનું શાસન પસંદ છે, શું આમિર કંસનનું સાશન ઇચ્છે છે? શું તાલિબાની દેશો આમિર ખાનને પસંદ છે?

સાક્ષી મહારાજે કહ્યું કે આમિર ખાન જણાવે કે તેમણે નરેન્દ્ર મોદીનું શાસન જોવે છે કે ઔરંજેબનું શાસન! ભાજપના એક નેતાએ જણાવ્યું કે આમિર ખાનની ફિલ્મ 500 કરોડ કમાણી કરે છે, તમામ ધર્મના લોકો તેમના ચાહકો છે. આમિર ખાને આ પ્રકારની નિવદેનો કરવા જોઇએ નહીં.

Leave A Reply