Saturday, April 4

લાલુને ભેટવા બદલ કેજરીવાલ પર અણ્ણાના આક્રમક પ્રહારો

News2_20151124115517821એક સમય હતો જ્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને સમાજસેવક અણ્ણા હજારે વચ્ચે નીકટતા હતી. ભ્રષ્ટાચારના વિરોધમાં બંને મંચ પર એકસાથે જોવા મળતા હતાં. પરંતુ હવે રસ્તા અલગ થઈ ગયા છે. કેજરીવાલ પર અણ્ણા હજારે આક્રમક પ્રહારો કર્યાં છે. તેમણે કહ્યું કે સારૂ થયું કેજરીવાલ મારી સાથે નથી નહીં તો મને પણ લાંછન લાગી જાત તેમનું આ નિવેદન લાલુ યાદવ કેજરીવાલને ભેંટી પડ્યા તે બાબતે પૂછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં આવ્યું હતું. નોંધનીય છે કે નીતિશકુમારના શપથગ્રહણ સમારંભમાં કેજરીવાલ પણ પટણા ગયા હતાં.

આ સમારંભમાં લાલુપ્રસાદ યાદવ અને કેજરીવાલ એકબીજાને ભેટી પડ્યા હતાં આમ કર્યા બાદ બંનેએ લોકોને હાથ હલાવીને અભિવાદન પણ કર્યુ હતું. આ અંગેની તસવીરો સોશિયલ મિડિયા પર વાઈરલ થઈ અને વિવાદ સર્જાઈ ગયો હતો. કેજરીવાલે ત્યારબાદ સ્પષ્ટીકરણ પણ આપવું પડ્યુ હતું. તેમના કહેવા મુજબ લાલુ જબરદસ્તીથી તેમને ભેટી પડ્યા હતાં. જો કે આમ છતાં ભાજપે તો આ મુદ્દાને વિવાદ બનાવીને પોસ્ટરો છપાવ્યા હતાં જેમાં લખ્યું હતું કે અણ્ણા તો ગઈકાલની વાત છે હવે લાલુજીનો સાથ છે.

Leave A Reply