Tuesday, December 10

આમિરના સમર્થનમાં આગળ આવ્યા AR રહેમાન

1448431095_AR Rahman Aamir Khan– કહ્યું જે આમિર સાથે થયેલું તે મારી સાથે પણ થયેલું

– આમિરના અસહિષ્ણુતાના નિવેદનને લઇને બોલીવુડમાં બે ભાગ પડ્યા

પણજી તા. 25 નવેમ્બર 2015

આમિર ખાનના નિવેદનને લઇને બોલીવુડમાં પણ બે પક્ષ દૃશ્યમાન બનતા જોવા મળે છે. એત તરફ અનુપમ ખેર, પરેશ રાવલ જેવા લોકો તેમના નિવેદનને લઇને વિરોધ કરી રહ્યાં છે તો બીજી તરફ સંગીતકાર એ.આર.રહેમાન અને ડાયરેક્ટર કબીર ખાને તેમના નિવેદની તરફેણ કરતા જોવા મળ્યા છે.

રહેમાને કહ્યું કે તેમને પણ થોડાક મહિના પહેલા તે પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો છે જેમાંથી આમિર પસાર થયો છે. ગોવાના પાટનગર પણજીમાં રહેમાને કહ્યું,’હું આમિર ખાનના નિવેદનને સમર્થન કરૂ છું. આમિરે જે કહ્યું તે પહેલા મારી સાથે પણ થઇ ચૂક્યું છે.’

તો ફિલ્મ ડાયરેક્ટર કબીર ખાને આમિરના સમર્થનમાં કહ્યું,’હું માનું છું કે દેશમાં અસહિષ્ણુતાનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે. જે રીતે લોકો વાતા વાત પર શાબ્દિક પ્રહાર કરે છે અને અન્યને લઇને પોતાનો મત આપે છે તેનાથી તે સ્પષ્ટ થાય છે.

તેમણે કહ્યું,’હું તે નથી કહિં રહ્યો કે દેશમાં અસહિષ્ણુ થઇ ગયો છે. મારૂ માનવું છે કે માહલ અસહિષ્ણુ છે. આમિર ખાનના નિવેદનને ખોટી રીતે રજુ કરવામાં આવી રહ્યું છે. તેઓ દેશ છોડવાની વાત કહીં રહ્યો નથી તેમણે પોતાના મનની વાત સામે રાખી છે.’

Leave A Reply