અફઘાનિસ્તાન તાલિબાનનો વડો મુલ્લા અખ્તર મંસૂર માર્યો ગયો

1449224253_Taliban leader Mullah Mansoor wounded in gunfight says Kabul– અફઘાન અધિકારીએ મુલ્લાની મોતના સમાચારને સમર્થન આપ્યું

– આંતરિક વિખવામાં થયેલી ફાયરિંગમાં ઘાયલ થયા બાદ મુલ્લાનું મોત નીપજ્યું

કાબુલ તા. 4 ડિસેમ્બર 2015

અફઘાનિસ્તાનના એક અધિકારીએ દાવો કર્યો છે કે તાલિબાન કમાન્ડરોની વચ્ચે આંતરિક વિખવાદમાં થયેલી ફાયરિંગમાં મુલ્લા અખ્તર ઘાયલ થઇ ગયા બાદ માર્યો ગયો છે. અધિકારીએ શુક્રવારના રોજ તાલિબાન આતંકવાદી મુલ્લા અખ્તર મંસૂર માર્યો ગયો હોવાના સમાચારને સમર્થન આપતા કહ્યું કે તે બુધવારના રોજ તાલિબાન કમાન્ડરોની વચ્ચે થયેલી ફાયરિંગમાં ગંભીર રીતેથી ઘાયલ થઇ ગયો હતો.

વિદ્રોહી કમાન્ડરની સાથે મુલ્લા અખ્તરને બોલાચાલી થઇ ગઇ હતી અને આ ચર્ચા એટલી વધી ગઇ કે ફાયરિંગ શરૂ થઇ ગઇ જેમાં મુલ્લા અખ્તર મંસૂર ઘાયલ થઇ ગયો હતો જે તેના માટે જીવલેણ સાબિત થયું. આ ઘટના ક્વેટા શહેરની આસપાસના વિસ્તારમાં બની હતી.

આ ફાયરિંગમાં મુલ્લા અખ્તર સિવાય અન્ય પાંચ લોકોના પણ મોત નીપજ્યાં છે. આ ફાયરિંગમાં મુલ્લા ગંભીર રીતે ઘાયલ થઇ ગયો હતો અને તેને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો કે નહીં તે અંગે હજુ સુધી કોઇ પણ જાતનો ખુલાસો કરવામાં આવ્યો નથી. તેઓએ જણાવ્યું કે આ ઘટના મંગળવારની રાતની છે.

જોકે તે સમયે તાલિબાનના પ્રવક્ત્તા જવિઉલ્લાહ મુજાહિદ્દે આ ઘટનાને પાયા વિહોણી જણાવી હતી અને કહ્યું કે મુલ્લા અખ્તર સંપૂર્ણપણે સુરક્ષિત છે અને તેને કંઇ થયું નથી.

ઉલ્લેખનીય છે કે જુલાઇમાં મુલ્લા મોહમ્મદ ઉમરના નિધન બાદ મુલ્લા અખ્તર મંસૂરને 31 જુલાઇના રોજ અફઘાનિસ્તાન તાલિબાનનો વડો નીમવામાં આવ્યો હતો.

Leave A Reply