નોકરીમાંથી બરતરફ કરવા પર કર્મચારીએ કર્યો પેટ્રોલ બોમ્બ વડે હુમલો

1449232756_Egypt 16 Killed in Firebomb Attack at Small Nightclub– હુમલામાં 18 લોકોના મોત નીપજ્યાં

– ઇજીપ્ટની રાજધાની કાહિરાની ઘટના

કાહિરા તા. 4 ડિસેમ્બર 2015

નોકરીમાંથી બરતકફ કરવાથી ગુસ્સે થયેલા એક વ્યક્તિએ નાઇટ ક્લબમાં પેટ્રોલ બોમ્બ વડે હુમલો કરી 18 લોકોને મોતને ઘાટ ઉતારી દીધા છે. આ ઘટના ઇજીપ્ટના એક નાઇટ કલ્બની છે. ઇજીપ્ટની સિક્યોરિટી ફોર્સિસ અનુસાર આ નાઇટ ક્લબ કાહિરાના સેન્ટ્રલ અગૌજા વિસ્તારમાં આવેલી છે.

કહેવાય છે કે હુમલાખોર પહેલા આ નાઇટ ક્લબમાં જ કામ કરતો હતો. તેને તાજેતરમાં ત નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યો હતો. જેથી તે ગુસ્સે થઇને આ પગલુ ભર્યું. સિક્યોરિટી ફોર્સિસએ આ ઘટનાને આતંકવાદી ઘટના હોવાથી સ્પષ્ટ ઇન્કાર કરી દીધો છે. ઉલ્લેખનીય છે કે 2013માં ઇજીપ્ટના પ્રેસિડેન્ટ મોહમ્મદ મુર્સીનો તખ્તોપલ્ટ બાદ ઇસ્લામિક સ્ટેટના આંતકવાદી દ્વારા સિક્યોરિટી ફોર્સિસ પર પેટ્રોલ બોમ્બ વડે જ હુમલો કરતા આવ્યા છે.

Leave A Reply