કોલકાતાઃ લેધર કોમ્પલેક્ષમાં ગેસ લીકેજ, ત્રણના મોત

1449494038_kolkattaકોલકાતા તા. 7 ડિસેમ્બર 2015

શહેરના પૂર્વમાં આવેલા કોલકાતા લેધર કોમ્પલેક્ષમાં ગેસ લીકેજની ઘટના બની હતી જેમાં ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા જ્યારે અન્ય બે વ્યક્તિને સારવાર માટે નજદીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના સોમવાર સવારે ઘટી જયારે ફેક્ટરીના પ્લોટ ૫૪૨માં પાંચ લોકો ગટર સાફ ઉતર્યા હતા. સ્થાનિક લોકો દ્વારા જાણવા મળ્યું છે કે ચામડાને નિકાલ માટે ગટરમાં ફેક્વામાં આવ્યું હતું અને તેના ગળતરથી ઝેરી ગેસ ઉત્પન્ન થઇ હતી જેના કારણે મજુરોના મૃત્યુ થયા છે.

Leave A Reply