Wednesday, June 26

યુએસ મીલીટરી દ્વારા સીરિયા પર હવાઈ હુમલો, સૈન્યનું બૉમ્બ ડિપોટ નષ્ઠ

1449487487_phpThumb_generated_thumbnailહુમલામાં સૈન્યના 13 જવાન ઘાયલ

યુએસ મીલીટરી ફોર્સ દ્વારા સીરિયા પર હવાઈ હુમલો કરી સેનાનું બૉમ્બ ડિપોટ નષ્ઠ કરવામાં આવ્યું છે જેમાં ૪ સૈનિકો મૃત્યુ પામ્યા છે જયારે અન્ય 13 જેટલા ઘાયલ થયા છે. સુત્રોના જણાવ્યા અનુસાર સેનાના બૉમ્બ ડિપોટની સાથે સાથે બે તોપ પણ નષ્ઠ થઇ ગઈ છે. અત્યાર સુધી યુએસ મીલીટરી ફોર્સ દ્વારા માત્ર ઇસ્લામિક સ્ટેટના સક્રિય વિસ્તારોમાં જ હવાઈ હમલા કરવામાં આવ્યા છે પરંતુ તેણે પહેલીવાર રવિવારે સાંજે પૂર્વીય પ્રાંતમાં આવેલ સીરિયાઈ સૈન્ય વિસ્તારમાં હમલો કર્યો હતો. પરંતુ સીરિયાઈ સેના દ્વારા હજી સુધી આ  હમલાની કોઈ જ પુષ્ઠી કરવામાં આવી નથી. સ્થાનિક મીડિયા દ્વારા જાણકારી મળી છે કે સીરિયાના દેર-અલ-જોર પ્રાંતના વિસ્તારમાં સીરિયાની અસદ સરકાર તરફી સેનાના વિસ્તારમાં હમલો થયો હતો જેમાં ૪ સૈનિકો મૃત્યુ પામ્યા છે.

Leave A Reply