હરિયાણાના પલવાલ નજીક 2 ટ્રેન વચ્ચે ભયાનક ટક્કર

1449556680_dadar express accident– અકસ્માતમાં ડ્રાઇવરનું મોત, 100 ઘાયલ

– દાદર એક્સપ્રેસને EMU શટલે પાછળથી ટક્કર મારી

ફરીદાબાદ તા. 8 ડિસેમ્બર 2015

હરિયાણામાં અસવાટી અને પલવલની વચ્ચે એક રેલ અકસ્માતની ઘટના સામે આવી છે. મંગળવારની સવારે થયેલા આ અકસ્માતમાં દાદર એક્સપ્રેસને પાછળથી આવી રહેલી ઇએમયૂ શટલે ટક્કર મારી દીધી.

અકસ્માત બાદ દાદર એક્સપ્રેસના એસએલઆર કોચ અને ઇએમયૂના મોટર કોચ પાટા પરથી ખડી પડ્યા. અકસ્માતમમાં ઇએમયૂ શટનલા ડ્રાઇવરનું મોત નીપજ્યું છે. અકસ્માત બાદ ડબ્બાની હાલત જોઇને નુકશાનનો અંદાજો લગાવી શકાય છે.

પલવલ અને અસાવટી સ્ટેશનની વચ્ચે ટ્રેન નંબર 12171 દાદર એક્સપ્રેસને પલવલ-ગાઝિયાબાદ ઇએમયૂ શટલે પાછળથી ટક્કર મારી દીધી. આ અકસ્માત બાદ આ રૂટ પર ટ્રેનની અવરજવર રોકી દેવામાં આવી છે. રેલ્વેના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પહોંચી રહ્યાં છે. મંગળવારની સવારે લોકમાન્ય તિલક એક્સપ્રેસ દિલ્હી તરફથી આવી રહીં હતી ત્યારે પલવલ અને અસાવટી સ્ટેશનની વચ્ચે પાછળથી આવી રહેલી ઇએમયૂ શટલે તેને ટક્કર મારી દીધી.

ઘટનાની જાણ થતા જ રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. આ રેલ અકસ્માતની માહિતી આપવા માટે હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. હઝરત નિઝામુદ્દીન સ્ટેશનનો હેલ્પલાઇન નંબર છે- 011 23459748. નવી દિલ્હી- 1072, 011 23341074.

આ પહેલા મંગળવારની સવારે ઝારખંડના રામગઢમાં માનવરહિત રેલ્વે ક્રોસિંગ પર ટ્રેનની ચપેટમાં બોલેરો કાર આવતા 13 લોકોના મોત નીપજ્યાં છે.

Leave A Reply