લોસ એન્જલસના ગુરૂદ્વારામાં તોડફોડ, દિવાલ પર ISIS વિરૂદ્ધ ગાળો ભાંડી

1449643528_Gurdwara vandalized in Los Angeles with anti ISIS graffiti– શિખોને મુસ્લિમ સમજી કેલિફોર્નિયા ઘટનાનો વળતો જવાબ આપ્યો હોવાની ચર્ચા

– આ અગાઉ પણ શિખ લોકોને મુસ્લિમ સમજી ઘણીવાર હુમલા થયા છે

લોસ એન્જલસ તા. 9 ડિસેમ્બર 2015

અમેરિકાના લોસ એન્જલસમાં આવેલા એક ગુરૂદ્વારામાં તોડફોડ કરવામાં આવી છે. તોડફોડ કરનાર લોકોએ ગુરૂદ્વારની દિવાલ પર આતંકવાદી સંગઠન આઇએસઆઇએસની વિરૂદ્ધ ગાળો અને ઇસ્લામ વિરોધી નારા પણ લખ્યા છે.

આસંકા વ્યક્ત્ત કરવામાં આવી રહીં છે કે આ ઘટના કેલિફોર્નિયામાં થોડા દિવસો પહેલા થયેલી ફાયરિંગની પ્રતિક્રિયામાં થઇ છે. પશ્ચિમી દેશોમાં આતંકવાદી ઘટના વધી ત્યારથી ઇસ્લામ વિરૂદ્ધના વિચારોએ ગતી પકડી છે અને મોટાભાદે પાઘડીના કારણે શિખ સમુદાયને નફરત ભરી વિચારધારાનો શિકાર થવું પડે છે. લોસ એન્જલસમાં શિખ સમુદાયના એક નેતાએ આ વાતની આશંકા વ્યક્ત્ત કરી છે કે કેલિફોર્નિયામાં થોડા દિવસો પહેલા થયેલી ફાયરિંગનો જવાબ હોઇ શકે છે.

કેલિફોર્નિયામાં ફાયરિંગની ઘટના બાદ અમેરિકામાં આઇએસઆઇએસની સામે ઘણો ગુસ્સો ભરાયો છે. ગત બુધવારે અમેરિકાના સેન બર્નાર્ડિનોના કોમ્યુનિટી સેન્ટર પર ફાયરિંગ થઇ હતી. તેમાં 14 લોકોના મોત નીપજ્યાં હતા. હુમલાખોલ કપલ સૈયદ ફારૂખ અને તશ્ફીન મલિક પાકિસ્તાન મૂળના હતા અને ISISએ તેમને પોતાના સમર્થક હોવાનો દાવો કર્યો હતો.

તોડફોડની આ ઘટના સામે આવ્યા બાદ લોસ એન્જલસના બહારના વિસ્તાર બુએના પાર્કમાં શિખ ગુરૂદ્વારાના પ્રેસિડેન્ટ ઇન્દ્રજોત સિંહે કહ્યું,’અમે અમારા સમુદાયના લોકોની સુરક્ષાને લઇને ચિંતિત છીએ. અમારૂ માનવું છે કે કેલિફોર્નિયામાં થયેલી ફાયરિંગ બાદ આ પ્રકારની નફરત વધી રહીં છે. આપણે તેને રોકવી પડશે.’

આ પહેલા શિખ સમુદાય પર થયેલા હુમલા

– પાઘડીના કારણે શિખ સમુદાયના લોકો મુસ્લિમ હોવાના ભ્રમ પશ્ચિમી દેશોના લોકોને હોય છે.

– 11 સપ્ટેમ્બર 2001ના ન્યૂયોર્કના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર આતંકવાદી હુમલા બાદ અમેરિકામાં શિખ પર હુમલાના 200થી વધારે કિસ્સા સામે આવ્યા હતા.

– ત્યાર બાદ પણ શિખોની સામે અમેરિકામાં હિંસા થતી રહીં છે.

– અમેરિકામાં શિખ સમુદાયના લોકોની વસ્તી 5 લાખની આસપાસ છે.

– 2014માં અમેરિકાના નેશનલ શિખ કેમ્પેન તરફથી એક અભ્યાસ કરવામાં આવ્યો જેમાં આ વાત સામે આવી કે 60 ટકા અમેરિકન શિખો અંગે વધારે કોઇ માહિતી ધરાવતા નથી અને 34 ટકા લોકો શિખો અને મુસ્લિમોમાં કોઇ અંતર કરી શકતા નથી

Leave A Reply