ટેક્સ વધ્યો તો ભારતમાં બંધ થઇ શકે છે કોકા કોલાના 56 પ્લાન્ટ

1449816066_Fearing 40 percentage tax Coca Cola may shut 56 plants in India– સોફ્ટ ડ્રિન્ક પરનો ટેક્સ વધારીને 40 ટકા કરવાની સરકારને ભલામણ

નવી દિલ્હી તા. 11 ડિસેમ્બર 2015

ભારતમાં કોકો કોલાની ફેકટરીઓ પર ખંભાતી તાળા લાગી શકે છે. ટોચના આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમની આગેવાનીમાં એક સમિતિએ સોફ્ટ ડ્રિંક્સ પર 40 ટકા ટેક્સ મુકવા ભલામણ કરી છે. કોકા કોલા અનુસાર જો સરકારે સમિતિની આ ભલામણને માન્ય રાખી તો તે ભારતમાં પોતાના 56 પ્લાન્ટ બંધ કરી દેશે.

ભારત અને દક્ષિણ-પશ્ચિમ એશિયામાં કોકો કોલાના પ્રમુખ વેન્કેટેશ કિનીએ કહ્યું કે સમગ્ર ભારતમાં કોકા કોલાની 56 ફેકટરીઓ છે. જો આ ભલામણને સ્વીકારી દેવામાં આવે છે તો અમારે તેને બંધ કરવી પડશે.’

કિનીએ કહ્યું,’ટેક્સ વધારવાની દિશામાં ઉઠાવામાં આવેલા કોઇ પણ પગલા અમારા બિઝનેસ માટે કેટલાય પડકાર લાવી શકે છે અને ઘણું નુકશાન કરી શકે છે. અમારા 30 લાખ રીટેઈલર્સ અને હજારો ડિસ્ટ્રિબ્યુટર્સને નુકશાન ઉઠાવું પડશે.’

કિની અનુસાર જીએસટીની અસર પડશે અને તેનાથી સમગ્ર તંત્રને જોખમ રહી શકે છે. 14 હજાર કરોડની સોફ્ટ ડ્રિંક ઇન્ડસ્ટ્રી પર અત્યારે 10 ટકા એક્સાઇઝ છે.

Leave A Reply