દિલ્હીના CMનું પદ છોડી શકે છે અરવિંદ કેજરીવાલ!

News2_20151211114047853દિલ્હીની રાજનીતિક દુનિયામાં ચોંકાવનારા સમાચાર બહાર આવ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર પંજાબમાં 2017માં થનારા વિધાનસભા ચૂંટણી જીતવા માટે અરવિંદ કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રીનું પદ છોડી શકે છે. કેજરીવાલની જગ્યાએ મનિષ સિસોદિયા ઉત્તરાધિકારી બની શકે છે. આ સમાચારને લઇને દિલ્હીથી પંજાબ સુધી રાજકીય દુનિયામાં ગરમાવો પકડાયો હતો.

ઉલ્લેખનીય છે કે, 2017માં થનારી પંજાબ વિધાનસભા જીતવાની સંભાવના છે. જોકે, આમ આદમી પાર્ટીનો એક મોટો વર્ગ એવું માને છે કે, જો કેજરીવાલના નેતૃત્વમાં ચૂંટણી લડે તો તેમને જીતવાની સંભાવના છે.

રિપોર્ટ પ્રમાણે કેજરીવાલ માટે વિધાનસભા ચૂંટણી લડવા માટે સીટની શોધ ચાલુ છે. 14 જાન્યુઆરીએ એક સભાને પણ તેઓ સંબોધિત કરશે. સુત્રોના જણાવ્યા પ્રમાણે કેજરીવાલને લાગે છે કે, બિહારમાં થયેલી હારથી એ નક્કી છે કે વડાપ્રધાન મોદીની લોકપ્રિયતા ઓછી થઈ રહી છે. જેને ધ્યાનમાં રાખીને પંજાબમાં આમ આદમી પાર્ટી મજબૂત વિકલ્પ બની શકે છે. પંજાબમાં આપના જોરદાર પ્રદર્શન કરવાથી કેજરીવાલ પોતાને ભાજપ અને કોંગ્રેસ વિરોધી નેતા તરીકે રજૂ કરી શકે છે.

Leave A Reply