વડાપ્રધાન મોદી: હાઈ સ્પીડ ટ્રેનની જ નહીં પણ હાઈ સ્પીડ ગ્રોથની પણ જરૂર છે

1449903083_modi-Abeબુલેટ ટ્રેનના અને વિવિધ સમજૂતીઓ પર થશે હસ્તાક્ષર

નવી દિલ્હી: તા.૧૨ ડિસેમ્બર ૨૦૧૫  
જાપાનના વડાપ્રધાન શિંજો ત્રણ દિવસ માટે ભારતના અતિથિ બન્યા છે. તેમણે પ્રવાસના બીજા દિવસે હૈદરાબાદ હાઉસમાં યોજાયેલ ઇન્ડિયા જાપાન બિઝનેશ લીડર્સ ફોરમમાં વડાપ્રધાન મોદી સાથે સંબોધી કર્યું હતું. વડાપ્રધાન મોદીએ સંબોધના કહ્યું કે, ભારત માત્ર હાઇ સ્પીડ ટ્રેન જ નહીં, પરંતુ હાઇસ્પીડ ગ્રોથ પણ ઇચ્છે છે. તેમણે કહ્યું કે ભારત તકોની ભૂમિ છે અને જાપાન ભારતનો સારો મિત્ર છે તથા તેના હિત માટે દરેક વળાંક પર જાપાન છે. હવે જાપાન પણ મેક ઇન ઇન્ડિયા મિશનમાં જોડાશે અને 12 અબજ ડોલરના ફંડ સાથે મેક ઈન ઈન્ડિયા મીશન ચાલી રહ્યું છે.

પહેલી વાર જાપાન ભારતમાંથી કારની આયાત કરશે. મારૂતિ સુઝીકી ભારતમાં બનેલી બલેનો કાર જાપાનમાં નિકાસ કરશે. તેમણે કહ્યું કે, જાપાન માટે મજબૂત ભારત સારૂ છે અને ભારત માટે મજબૂત જાપાન સારૂ છે અને ભારતના વિકાસ સાથે જાપાનને સંબંધ છે. તો જાપાનના પીએમ શિંજો અબેએ કહ્યું કે, વડાપ્રધાન મોદી નીતિઓને લાગુ કરવામાં બુલેટ ટ્રેન જેવી તેજી બતાવે છે. તેમણે એ પણ કહ્યું કે, પીએમ મોદીની આર્થિક નીતિઓ હાઇ સ્પીડ જેટલી ઝડપી અને સુરક્ષિત, ભરોસાપાત્ર અને બધાને સાથે લઇને ચાલનારી છે. બંને વડાપ્રધાનોએ એકબીજાની ભારોભાર પ્રશંસા કરી હતી.

Leave A Reply