સંસદ સુધી આવવા સાંસદો માટે બે ઇલેક્ટ્રિક બસ ભેટ આપવાનો નિર્ણય

પ્રદૂષણ ઘટાડવા મોદીની પહેલ

1450047424_ahm-17નવી દિલ્હી, તા. ૧૩
દિલ્હીમાં ખતરનાક સ્તરે પહોંચી ગયેલા પ્રદૂષણને ઘટાડવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક પહેલ કરી છે. તેમણે પોતાના સાંસદોન સંસદ સુધી આવવા બેટરીવાળી બે બસો ભેટમાં આપવાનો નિર્ણય કર્યો છે. આ બસમાં બેસીને જ સાંસદો સંસદમાં આવે તેવી યોજના ઘડવામાં આવી છે. પ્રદૂષણ ઘટાડવામાં સાંસદો પણ ભૂમિકા ભજવે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય ટ્રાન્સપોર્ટ પ્રધાન નીતિન ગડકરીએ આ માહિતી આપી છે.
૨૧ ડિસેમ્બરે લોકસભા અધ્યક્ષને બે બસો ભેટ અપાશે
ગડકરીએ જણાવ્યું હતું કે ૨૧ ડિસેમ્બરે લોકસભા અધ્યક્ષ બે ઇલેક્ટ્રિક કારો ભેટમાં આપવામાં આવશે. ત્યારબાદ સાંસદો આ બસમાં જ સંસદ સુધી આવશે. આ બસોમાં લીથિયમ આયર્ન બેટરી લગાડવામાં આવી છે. આ બેટરીનો ઉપયોગ ઇસરો સેટેલાઇટ પ્રક્ષેપણમાં કરે છે. ઇસરોએ મંત્રાલયની સાથે મળીને આવી પાંચ બેટરી બનાવી છે. એક બેટરીની કીંમત પાંચ લાખ રૃપિયા છે. જો આ બેટરીની આયાત કરવામાં આવે તો તે ૫૫ લાખ રૃપિયમાં પડે છે. ગડકરીએ જણાવ્યું હતું કે આ પહેલ મેક ઇન ઇન્ડિયા અભિયાનનો ભાગ છે. ગડકરીએ જણાવ્યું હતું કે આવા વાહનો કોમર્શિયલ ઉપયોગ માટે પણ બનાવવામાં આવશે અને તેના પેટન્ટ રજિસ્ટર કરાવવામાં આવશે. પાયલોટ પ્રોજેક્ટ હેઠળ ભવિષ્યમાં દિલ્હીના માર્ગોમાં આવી ૧૫ બસો ચલાવવાની યોજના છે. જો કે ગડકરીએ અન્ય સ્થળો કે શહેરોના નામ બતાવ્યા નથી. ગડકરીએ જણાવ્યું હતું કે પ્રદૂષણ સરકાર માટે મોટી ચિંતાનો વિષય છે. પરિવહન મંત્રાલય દિલ્હીમાં પ્રદૂષણથી જોડાયેલી તમામ ચિંતાઓ બે વર્ષની અંદર દૂર કરી દેશે.
ગડકરીએ જણાવ્યું હતું કે દિલ્હીમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં પ્રદૂષણ ઘટાડવાની યોજના છે. દેશમાં ડીઝલથી ચાલતી ૧.૫ લાખ બસોને ઇલેક્ટ્રિક બસોમાં રૃપાંતર કરવાની યોજના છે.
ગડકરીએ બાયો સીએનજી બનાવવાનું સૂચન પણ કર્યુ છે. તેમણે જણાવ્યું હતું કે સુએઝ વોટરથી મિથેન કાઢીને બયો સીએનજી બનાવી શકાય છે અને તેનાથી બસો ચલાવી શકાય છે. ખેડૂતોને શેરડી અને વસ્તુઓથી બાયો ફયૂઅલ બનાવાની તાલીમ આપવાની જરૃર છે. જેનાથી તેમને મોટો નફો પણ મળશે અને દેશના આર્થિક વિકાસમાં મદદ મળશે.

Leave A Reply