રશિદપુરાના લોકો રેલવે સ્ટેશનમાં જાતે ટિકિટ લઇ ટ્રેનમાં બેસે છે

1450047228_ahm-16રાજસ્થાનના જયપુરથી ચુરૃ રોડ પર આવેલા

ખોટકાઇ ગયેલી રેલવે સેવાને ધબકતી કરવા ગામ લોકો જ ટિકિટ માસ્તર બન્યા પ્લેટફોર્મન

જયપુર, તા.૧૩
રેલવે સ્ટેશનના એન્ટ્રી પોઇન્ટ પાસે મુસાફરો ટીકિટ ખરીદીને રેલવેમાં મુસાફરી કરે તે માટે ટીકિટબારી પર રેલવેનો સ્ટાફ તૈનાત હોય છે.ભારતમાં રેલવે સ્ટેશનોનોના વહિવટ અને સંચાલનના ભાગરૃપે ખુદાબક્ષ મુસાફરોને પકડવાનું કામ રેલવે વિભાગ કરે છે,પરંતુ રાજસ્થાનના રશીદપુરા ખોરી નામના ગામમાં આવેલા રેલવે સ્ટેશનનો વહિવટ ગામ લોકો સંભાળે છે.આ ગામનો એક પણ માણસ  ટીકિટ લીધા વિના રેલવેમાં મુસાફરી કરતો નથી.
નવાઇની વાત તો એ છે કે આ રેલવે સ્ટેશન પર ટીકિટ રેલવેનો સ્ટાફ નહી પરંતુ ગામનો માણસ જ આપે છે.એટલું જ નહી પ્લેટફોર્મને સાફસુફ રાખવું તથા તેની સુરક્ષાની જવાબદારી પણ ગામ લોકો સંભાળે છે.આ સમગ્ર ગામલોકો દ્વારા સ્વયંભૂ સંચાલિત હોય તેવું ભારતનું એક માત્ર રેલવે સ્ટેશન છે.જયપુરથી ચુરુ રોડ પર આવેલા રશિદપુરા ખોરી નામના ગામનું રેલવે સ્ટેશન ભારે ખોટ કરતું હોવાથી તેને બંધ કરી દેવામાં આવ્યું હતું.રશીદપુરા ખોરી તથા તેની આજુબાજુના ગામોના ૨૦ હજાર લોકોને સ્ટેશન બંધ થયા પછી તેનું મહત્વ સમજાવા લાગ્યું.બંધ કરવામાં આવેલા રેલવે સ્ટેશનને ફરી  શરૃ કરવા માટે ગામ લોકોએ  રેલવે વિભાગમાં ૪ અરજીઓ કરીને ૪ વર્ષ સુધી સ્થાનિક ઓફિસના ધકકા ખાધા.છેવટે વર્ષે મહિને ત્રણ લાખ રૃપિયાની મુસાફરીની આવક મળે એ શરત સાથે રેલવે સ્ટેશન ફરી શરૃ કરવાની બાહેધરી આપી.સાથે ચેતવણી પણ આપી કે જો આનાથી આવક ઘટી જશે તો રેલવે સ્ટેશન ફરી બંધ કરી દેવામાં આવશે.
આથી ગામ લોકોએ આથી ગામ લોકો રેલવેની ટીકિટ ખરીદીને મુસાફરી કરવા લાગ્યા.સ્ટેશન ફરી ધબકતું થયું ત્યારે તેનું સંચાલન,વહિવટ અને સાફ સફાઇની જવાબદારી પણ ગામ લોકો પર નાખવામાં આવી.રેલવે સ્ટેશન ફરી બંધ ના થાય તે માટે આવક ઉભી કરવી એ ગામ લોકો માટે એક પડકાર હતો જે ગામ લોકોએ ભેગા મળીને ઝીલી લીધો હતો.ટીકિટ ફાળવાથી માંડીને વગર ટીકિટે કોઇ ટ્રેનમાં મુસાફરી ના કરે તેની પણ ગામ લોકો તકેદારી રાખવા માંડયા છે.આમ છેલ્લા ૬ વર્ષથી રશિદપુરા ખોરી ગામનું રેલવે સ્ટેશન લોકોના ભરોસે અને લોક વહિવટથી ચાલતું રેલવે સ્ટેશન બન્યું છે.ગ્રામીણ લોકોના ઉત્સાહથી રેલવેતંત્રનો પણ ઉત્સાહ વધ્યો છે.જયપુરથી ચુરૃ જતી રેલવેની ટ્ેન નંબર ૦૨૦૮૧ રશિદપુરા રેલવે સ્ટેશન પર એક મીનિટ પર ઉભી રહે છે.આ એક મીનિટનું મેનેજમેન્ટ કરવા માટે ગામ લોકો ભારે મહેનત કરીને દાખલો બેસાડયો છે.
રશિદપુરા ગામ ખોટકાઇ ગયેલી રેલવે સેવા અને બંધ થઇ ગયેલા રેલવે સ્ટેશન ધરાવતા ગામો માટે પ્રેરણારૃપ છે.

Leave A Reply