જામનગરનું ખુલ્યું સસ્પેન્સ: મેયર પદે પ્રતિમાબેન કનખરા અને ડે.મેયર તરીકે ભરત મહેતા

News31_20151214113801910જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે બહુમતી મેળવી છે. સત્તારૂઢ થવા માટે આજે મળેલી બેઠકમાં મેયર, સ્ટે.કમિટીના ચેરમેન સહિતના હોદાઓ કોણ ? તે સસ્પેન્સ ખુલી ગયું છે. મેયર તરીકે પ્રતિમાબેન કનખરા અને ડેપ્યુટી મેયર તરીકે ભરત મહેતાની વરણી થઈ છે. સ્ટે.કમિટીના ચેરમેન માટેનો અઢી વર્ષનો સમય થયો હોવાથી કોઈ અનુભવીને હોદો આપે તેવુ લોકોમાં ચર્ચાઈ રહ્યું હતું. આજે થયેલી જાહેરાતમાં સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન તરીકે કમલાસિંહ રાજપૂતની વરણી થઈ છે. જ્યારે દંડક પદે દિવ્યેશ અકબરીની નિમણૂંક થઈ છે.

જામનગર મહાનગરપાલિકાની યોજાયેલી ચુંટણીમાં ભાજપે બહુમતી મેળવી હતી. ૬૪ બેઠકમાંથી ભાજપને ૩૮ બેઠકો મળી છે. જ્યારે કોંગ્રેસને ર૪ અને સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીને બે બેઠકો મળી છે. જામનગરમાં પ્રથમ અઢી વર્ષ માટે સામાન્ય મહિલા અનામત હોવાથી મહિલા મેયર પદ મેળવશે એવી ચર્ચા તો હતી જ.

આગામી અઢી વર્ષ બાદ મેયર પદ ઓ.બી.સી.માટે અનામત હોવાથી તેને પણ ધ્યાને રાખીને હાલ મેયર માટે ભારે સસ્પેન્સ સર્જાયું હતું. તો બીજી બાજુ જામ્યુકોના મહત્વનો હોદો ગણાતો સ્ટે.કમિટીના ચેરમેનના પદ માટેનો પણ એક વર્ષમાંથી અઢી વર્ષનો સમયગાળો કરવામાં આવ્યો છે. જેથી સ્ટે.કમિ.ના ચેરમેન પદ પર પણ કોઈ અનુભવીને હોદો આપવાની વાત કરાઈ રહી હતી. 

Leave A Reply