રાજકોટના મેયર પદે જૈમીન ઉપાધ્યાય અને ડે.મેયર તરીકે દર્શીતાબેન શાહની વરણી

indexરાજકોટ મહાપાલિકામાં ભાજપની સત્તાની હેટ્રીકનો આજે પ્રથમ દિવસ છે. રાજકોટ શહેરના પ્રથમ નાગરિક (મેયર), ડેપ્યુટી મેયર કોણ ? આજે મળેલી સંકલન સમિતિની બેઠકમાં નામ ખુલી ગયા છે. મનપાના જનરલ બોર્ડમાં ‘ખુલ જા સીમ સીમ’ સાથે છેલ્લા એક સપ્તાહથી ચકરાવે ચઢેલા કે ચકડોળે ચડાવનારા પ્રકરણ પર પણ પરદો પડી ગયો છે. રાજકોટ મનપાના મેયર પદે જૈમીન ઉપાધ્યાય અને ડે.મેયર પદે દર્શીતાબેન શાહની વરણી થઈ ગઈ છે. આ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન પદે પુષ્કર પટેલ, દંડક પદે રાજુભાઈ અગેરાની નિયુક્તિ થઈ છે. આ ઉપરાંત પક્ષના પદે અરવિંદ રૈયાણીને નિમણૂંક કરાયા છે. નિતિન પટેલે વિધિવત રીતે આ જાહેરાત કરી હતી.

ભાજપ માટે સાંકળી બહુમતિ અને બે જુથના કારણે આ વખતે મુખ્ય પદો પર નામો નક્કી કરવા માટે ભારે મસક્કત થઈ હતી. ગાંધીનગરના પ્રદેશ નેતાઓથી લઈને રાષ્ટ્રીયનેતાઓ માટે મેયર સહિતના પદો મુંઝવણ અને કોકડું બન્યા હતાં. દાવેદારોએ પદ પામવા માટે એડીચોટુંનું અને તમામ મોરચેથી જોર લગાવી દીધું હતું. ફલાણા થશે મેયર, ઢીકણા થશે ચેરમેનના સપ્તાહથી નામો અને સમાચારો, ચર્ચાઓ વહેતી હતી.

પદાધિકારીઓ જાહેર કર્યા બાદ સ્થાનિકથી લઈ પ્રદેશ કક્ષા સુધીના જવાબદાર હોદેદારો માટે એક સપ્તાહ સુધી અગ્નિપરિક્ષા જેવી સ્થિતિ રહેશે. લોલીપોપ કે વાયદાઓ આપીને રિસામણા, મનામણા માટે કવાયતો કરવી પડશે.

Leave A Reply