Wednesday, June 26

આવતીકાલાથી ડીજી કોન્ફરન્સનો પ્રારંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છમાં

11122015 03 aદેશના આંતરીક ગુનાઓથી માંડી વૈશ્વિક આતંકવાદ વિશેની ચર્ચા થશે

વિવિધ રાજ્યોમાંથી ર૦૦ જેટલા ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજરી આપશે
ભુજ હવાઈ મથકે મુખ્યમંત્રી આનંદીબેન વડાપ્રધાનને આવકારશે  બપોર બાદ ગૃહમંત્રી રાજનાથસિંહ કરાવશે ડીજી કોન્ફરન્સનો પ્રારંભ

ભુજ,ગુરૃવાર
આવતીકાલાથી કચ્છના ધોરડો (સફેદ રણ)માં ડીજી કોન્ફરન્સનો પ્રારંભ થઈ રહ્યો છે. વડાપ્રાધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી રાજનાથસિંહ તેમજ ગૃહરાજ્યમંત્રી અને દેશના વિવિધ રાજ્યોમાંથી ર૦૦ જેટલા ડીજીપી કક્ષાના ઉચ્ચ પોલીસ અિધકારીઓ ડીજી કોન્ફરન્સમાં હાજરી આપશે. ત્રણ દિવસ માટે યોજાનારી ડીજી કોન્ફરન્સમાં દેશની આંતરીક સુરક્ષાથી માંડી વૈશ્વિક આતંકવાદ વિશે ચર્ચા કરવામાં આવનાર છે. શુક્રવારથી રવિવાર સુાધી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છમાં રોકાણ કરનાર હોય ત્રણ દિવસ સુાધી કચ્છમાંથી દેશનું સંચાલન કરવામાં આવશે. આવતીકાલે બપોરે ચાર કલાકના સમયગાળામાં શરૃ થનાર ડીજી કોન્ફરન્સ પૂર્વે ભુજ હવાઈ મથકે ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન વડાપ્રધાનને આવકારશે જે અંગેનો કાર્યક્રમ પણ ઘડી કાઢવામાં આવ્યો છે.
દર વર્ષે દેશના ઉચ્ચ પોલીસ અિધકારીઓની ડીજી કોન્ફરન્સ યોજવામાં આવે છે જે અત્યાર સુાધી દિલ્હી ખાતે યોજાતી હતી પરંતુ નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ શીરસ્તો બદલાયો છે તેથી ગત વર્ષે ગુવાહાટીમાં કોન્ફરન્સ યોજાઈ હતી દરમિયાન આ વર્ષે ધોરડોના સફેદ રણમાં પસંદગી ઢોળવામાં આવતા આવતીકાલાથી ત્રણ દિવસ માટે ડીજી કોન્ફરન્સનો પ્રારંભ થઈ રહ્યો હોવાથી વડાપ્રધાન આવતીકાલે કચ્છ આવી પહોંચશે અને ત્રણ દિવસ સુાધી સફેદ રણમાં રોકાણ કરી ધોરડોથી દેશનું સંચાલન સંભાળશે. ધોરડોથી પાકિસ્તાનનું અંતર માત્ર ૧૭૦ કિ.મી.નું હોવાથી સુરક્ષાના અંગે કોઈ કચાશ દાખવવામાં આવી નાથી. આવતીકાલે ડીજી કોન્ફરન્સનો પ્રારંભ થઈ રહ્યો છે તે પૂર્વે બપોરે ૪ કલાકે ભુજના એરપોર્ટ મથકે પીએમને આવકારવા માટેનો એક કાર્યક્રમ ઘડી કઢાયો છે જેમાં ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ખાસ ઉપસિૃથત રહેશે જેમાં આમંત્રીત મહેમાનોને જ બોલાવવામાં આવ્યા છે. ત્યાર બાદ વડાપ્રધાન અને ગૃહમંત્રી, ગૃહરાજ્યમંત્રી સહિતનાઓ હેલીકોપ્ટર વડે ધોરડો જવા રવાના થશે અને બપોરે ૪ કલાકના સમયગાળા દરમિયાન ગૃહમંત્રી રાજનાથસિંહ પ્રાસંગીક પ્રવચન સાથે ડીજી કોન્ફરન્સનો પ્રારંભ કરાવશે. આવતીકાલે પ્રથમ દિવસે કોન્ફરન્સમાં મંત્રીઓ તેમજ ઉચ્ચ પોલીસ અિધકારીઓ વચ્ચે ગુ્રપ ચર્ચા થશે. ત્રણ દિવસ યોજાનારી ડીજી કોન્ફરન્સમાં વૈશ્વિક આતંકવાદાથી માંડી દેશની આતંરીક સુરક્ષા મુદ્દે ચર્ચા કરવામાં આવશે જેમાં રાજ્ય રાજ્ય વચ્ચેના ગુનાઓ, ટ્રાન્સપોર્ટ, સાઈબર ક્રાઈમ, પોલીસ અિધકારીઓ વચ્ચે કોમ્યુનિકેશન, સીસીટીવી, ટ્રાન્સપોર્ટ ગુના, ટેકેનોલોજી સહિત દેશમાં વાધતા જતા ગુનાઓ અંગેની ચર્ચાઓ થશે. ઉપરાંત સરહદ ઉપર થતી ગોળીબાર, ઘુસણખોરી એમ વૈશ્વિક આંતકવાદના મુદ્દાને કોન્ફરન્સમાં આવરી લેવામાં આવશે. શનિવારે સાંજે સફેદ રણમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે જેમાં સારી કામગીરી કરનારા પોલીસ અિધકારીઓને મેડલ એનાયત કરી સન્માનિત કરવામાં આવશે. ત્યાર બાદ કોન્ફરન્સના છેલ્લા દિવસે રવિવારે વડાપ્રધાન પોલીસ અિધકારીઓને સંબોધન કરશે અને બપોર સુધીમાં ત્રિદિવસીય ડીજી કોન્ફરન્સની પૂર્ણાહૂતિ કરાશે. આ કોન્ફરન્સમાં દેશના વિવિધ રાજ્યોમાંથી  ર૦૦ જેટલા ડીજીપી કક્ષાના પોલીસ અિધકારીઓ હાજરી આપશે.
ઉલ્લેખનીય છે કે ડીજી કોન્ફરન્સમાં માંસાહાર  અને દારૃ પિરસવા માટે મનાઈ હોવાથી ખમણ, ઢોકળા, બાજરાનો રોટલો, રિંગણાનો ઓળો સહિતની ગુજરાતી વાનગીઓ પિરસવામાં આવશે.

Leave A Reply