Wednesday, June 26

37 વર્ષ પહેલા આજના જ દિવસે ધરપકડ કરવામાં આવી હતી ઇન્દિરા ગાંધીની

1450528209_Indira Gandhi arrested 37 years ago on December 19– ઇન્દિરા ગાંધીને તે સમયના વડાપ્રધાન મોરારજી દેસાઇએ જેલમાં મોકલ્યા હતા

નવી દિલ્હી તા. 19 ડિસેમ્બર 2015

કોંગ્રેસ માટે 19 ડિસેમ્બરની તારીખ કદાચ ભાગ્યશાળી નહીં હોય. 37 વર્ષ પહેલા આજના જ દિવસે 19 ડિસેમ્બર 1978ના રોજ ઇન્દિરા ગાંધીને જેલ જવુ પડ્યું હતું, તો આજે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની નેશનલ હેરાલ્ડ કેસમાં સુનવણી હતી. ભૂતકાળમાં ઇન્દિરા ગાંધીને 19 ડિસેમ્બર 1978ના રોજ સંસદની કાર્યવાહીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.

તે સમયે વડાપ્રધાન મોરારજી દેસાઇએ સંસદ સત્ર ચાલુ રહે ત્યાં સુધી ઇન્દિરા ગાંધીને જેલ મોકલી દિધા હતા. તેમના પર સંસદીય વિશેષાધિકારનું ભંગ કરવાનો આરોપ હતો. તે દિવસે ધરપકડના આદેશ મળ્યા સુધી ઇન્દિરા ગાંધી સંસદ ભવનમાં બેઠા રહ્યાં હતા. રાતના તેમને સ્પીકરના હસ્તાક્ષરિત ધરપકડનો ઓર્ડર આપવામાં આવ્યો. ત્યાર બાદ તેઓ જેલ જવા માટે સંસદની બહાર નીકળ્યા.

તિહાડ જેલમાં તેમને વોર્ડ નંબર 19માં રાખવામાં આવ્યા હતા. ત્યાર બાદ તે અઠવાડિયા સુધી જેલમાં રહ્યાં હતા. જોકે આ પહેલા પણ ઇન્દિરા ગાંધીની 3 ઓક્ટોબર 1977ના રોજ ધરપકડ કરવામાં આવી હતી પરંતુ ટેકનિકલ આધાર પર છોડી મુકવામાં આવ્યા હતા.

 

Leave A Reply