Wednesday, June 26

જામીન બાદ સોનિયા ગાંધી બોલ્યા- ‘અમે કોઈનાથી ડરવાના નથી’

sonia_tt_1450525621નવી દિલ્હી: નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી અને ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પટિયાલા કોર્ટમાં હાજર રહ્યા હતા. જ્યાં બંનેને વ્યક્તિગત 50 હજારના બોન્ડ પર જામીન મળી ગયા હતા. સુનાવણી દરમિયાન પ્રિયંકા વાડ્રા અને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પણ કોર્ટમાં હાજર હતા. કેસની વધુ સુનાવણી 20મી ફેબ્રુઆરીએ કરવામાં આવશે. જામીન મળ્યા પછી સોનિયા અને રાહુલ ગાંધીએ પત્રકારોને સબંધ્યા હતા. સોનિયાએ કહ્યું હતું કે હાલની કેન્દ્ર સરકાર જાણી જોઈને તેમના વિરોધીઓને નિશાન બનાવી રહી છે, પરંતુ અમે કોઈનાથી ડરવાના નથી.

Leave A Reply