Monday, May 20

લાહોર પહોંચ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી

1451042739_Untitled-3– એરપોર્ટ પર PM મોદીનું સ્વાગત કરવા નવાઝ શરીફ હાજર

લાહોર તા. 25 ડિસેમ્બર 2015

ભારત અને પાકિસ્તાનની વચ્ચે સંબંધોને વધારે મજબુત કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુ એક પગલુ ઉઠાવ્યું છે. કાબુલ પ્રવાસ પર ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી જણાવ્યું કે તેઓ આજે પાકિસ્તાન જશે અને તેઓ પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ સાથે મુલાકાત કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવા માટે વડાપ્રધાન નવાઝ શરીફ લાહોર એરપોર્ટ પર હાજર રહ્યાં છે.

મોદીએ નવાઝ શરીફને તેમના જન્મદિવસ પર શુભેચ્છા પણ પાઠવી છે. મોદી કાબુલ પ્રવાસેથી પરત ફરતી વખતે બપોરે લાહોર પહોંચશે, જ્યાં તેઓ પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ સાથે મુલાકાત કરશે અને ત્યાર બાદ દિલ્હી પરત ફરશે. હજુ થોડા દિવસો પહેલા જ વિદેશમંત્રી સુષમા સ્વરાજે પાકિસ્તાનની મુલાકાત લીધી હતી અને બન્ને દેશો વચ્ચે શાંતિ સ્થાપનાનો પ્રયત્ન કર્યો હતો.

Leave A Reply