Monday, December 16

ISનો ખાત્મો બોલાવવા રશિયાએ તાલિબાન સાથે મિલાવ્યો હાથ

1451045923_Russia Taliban share intelligence in fight against Isis– ઇસ્લામિક સ્ટેટનો ખાતમો બલાવવા માટે રશિયા તમામ ઉપાય કરવા કટિબદ્ધ

વોશિંગટન તા. 25 ડિસેમ્બર 2015

રશિયાએ ઇસ્લામિક સ્ટેટનો ખાત્મો બોલાવવા માટે પોતાના જુના દુશ્મન અફઘાનિસ્તાન તાલિબાન સાથે હાથ મિલાવ્યો છે, પરંતુ તેનાથી તેઓ ફક્ત ગુપ્ત માહિતીનું આદાન પ્રદાન કરશે. રશિયાના વિદેશ મંત્રાલયની મહિલા પ્રવક્ત્તા મારિયા જપવારોવાએ જણાવ્યું કે મોસ્કો અને અફઘાનિસ્તાન તાલિબાનની વચ્ચે સંપર્ક ફક્ત ઇસ્લામિક સ્ટેટની સામે લડાઈ માટે તેમની પ્રવૃત્તિઓ અંગે ગુપ્ત માહિતીનું આદાન પ્રદાનનો ઉદ્દેશ્ય રહેશે.

અમેરિકાના એક સૈનિક કમાન્ડરે ગત મહિને અફઘાનિસ્તાનમાં ઈસ્લામિક સ્ટેટના આતંકવાદીઓની સંખ્યા ત્રણ હજાર જણાવી હતી. પુતીન રશિયા, કાકેશશ અને પૂર્વ સોવિયત સંઘના અન્ય દેશોમાંથી હજારોની સંખ્યામાં જેહાદીઓની સાથે સીરિયામાં જઇને ઇસ્લામિક સ્ટેટની સાથે લડવા માટે ચિંતિત છે. અફઘાનિસ્તાનમાં પણ ઇસ્લામિક સ્ટેટના વધતા પ્રભાવથી પુતીન ચિંતિત છે અને તેના પર કાબુ મેળવવા માટે શક્ય તમામ ઉપાય કરવા માંગે છે. આ કારણ છે કે તેઓ તાલિબાન સાથે હાથ મીલાવી રહ્યાં છે.

Leave A Reply