મોદીની અચાનક પાક. મુલાકાતથી આતંકવાદી સઈદ ‘ડઘાઈ’ ગયો

– પાક. PM શરીફને આડે હાથ લેતા સઈદે કહ્યું,’દુશ્મનનું આવું ઉષ્માભર્યુ સ્વાગત કેમ?

– સઈદે પેશાવર શાળા પર થયેલા બર્બર તાલિબાન હુમલા માટે ભારતને જવાબદાર ઠેરાવ્યું

1451111562_Hafiz Saeed raises question on PM Modis warm welcome in Pakistanલાહોર તા. 26 ડિસેમ્બર 2015

રશિયાથી અચાનક પાકિસ્તાન પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બન્ને દેશોની સાથે સમગ્ર દુનિયાએ ભલે પ્રશંસા કરી હોય પરંતુ મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદ ડઘાઈ ગયો છે. તેણે પીએમ મોદીના પાકિસ્તાન પ્રવાસ અને લાહોરમાં કરવામાં આવેલા તમના સ્વાગતની ટીકા કરી છે.

પાકિસ્તાનમાં મોદીનો જબરદસ્ત સ્વાગતનો વિરોધ કરતા આતંકવાદી સંગઠન જમાત-ઉદ-દાવાના વડા હાફિઝ સઈદે સવાલ કર્યો કે પાકિસ્તાનના દુશ્મનનું આવું સ્વાગત કેમ કર્યું? જાણકારો અનુસાર આતંકવાદી હાફિઝ સઈદ ભારત અને પાકિસ્તાન વચ્ચે આવેલી હૂંફને પચાવી શક્યો નથી. સઈદનું કહેવું છે કે મોદીની અચાનક મુલાકાતએ પાકિસ્તાનની જનતાનું દિલ દુભાવ્યું છે. સઇદે કહ્યું કે મોદીનું સ્વાગત કરવા પર નવાઝ શરીફે સફાઈ દેવી જોઇએ.

સઈદે મોદી વિરૂદ્ધ ઝેર ઓકતા કહ્યું કે,’આ તે મોદી છે, જેને થોડા દિવસો પહેલા બાંગ્લાદેશ જઈને પાકિસ્તાનને તોડી નાખવાની જાહેરાત કરી હતી. આ વ્યક્તિ પાકિસ્તાનમાં આતંક ફેલાવવા અને ઝેર ફેલાવવનો કોઇ મોકો જવા દેતો નથી.’

હાફિઝ સઈદે ગત વર્ષે પેશાવરમાં આર્મી શાળા પર બર્બર તાલિબાન હુમલા માટે પણ ભારતને જવાબદાર ઠેરાવ્યા હતા. નવાઝ શરીફને આડે હાથ લેતા સઈદે કહ્યું કે,’અમે પીએમને કહીએ છીએ કે અંગત મિત્રતા પોતાની જગ્યાએ છે, પરંતુ અમે પાકિસ્તાનના દુશ્મનનું સ્વાગત કરી શકતા નથી. આજે કાશ્મીરી રોઇ રહ્યાં છે. કાશ્મીરી પૂછી રહ્યાં છે કે શું મિત્રતા માટે કાશ્મીરને કુર્બાન કરી દેવામાં આવશે. આખરે શરીફે નરેન્દ્ર મોદીને પાકિસ્તાન આવવાનું આમંત્રણ કેમ આપ્યું? ‘

પીએમ મોદી પાકિસ્તાની સમકક્ષ નવાઝ શરીફના ઘરે ગયા, તેમણે જન્મદિવસની શુભેચ્છા પાઠવી અને દુલ્હન બનનારી નવઝની પૌત્રીને લગ્ન માટે આશીર્વાદ આપ્યા.

Leave A Reply