સોમનાથ મહાદેવને અર્પણ થશે વધુ ૩૫ કિલો સોનુ

1451839460_r-6મુંબઈનાં લાખી પરિવારનો ૧૦૦ કિલો સોનાનો સંકલ્પ થશે પૂર્ણ

દિલ્હીથી સોના જડિત ગર્ભગૃહનો પ્રવેશદ્વાર, શિવપરિવારનાં મુગટ વગેરે લેવા માટે સુરક્ષા જવાનો રવાના

વેરાવળ, તા.૩
વિશ્વ વિખ્યાત દ્વાદશ જ્યોતિર્લીંગ સોમનાથ મહાદેવને મુંબઈનાં હીરાનાં વેપારી દિલીપભાઈ લાખી પરિવાર દ્વારા વધુ ૩૫ કિલો સોનું અર્પણ કરવામાં આવ્યું છે, જેને લેવા માટે સુરક્ષા જવાનો આજે દિલ્હી જવા રવાના થયા હતા.

સોમનાથ મહાદેવને અગાઉ લાખી પરિવારે ૬૫ કિલો સોનું અર્પણ કરીને ગર્ભગૃહની દિવાલો સુવર્ણથી મઢી આપી હતી. આ ઉપરાંત શિવજીનું ડમરૃં, ત્રિશૂલ અને પાટને સુવર્ણજડિત કર્યા હતા. હવે તેમણે વધુ રૃા. ૭.૭૦ કરોડનું ૩૫ કિલો સોનું શિવાર્પણ કરીને ૧૦૦ કિલો સુવર્ણ દાનનો સંકલ્પ પૂર્ણ કર્યો છે.
૩૫ કિલો સુવર્ણમાંથી સોમનાથ મંદિરનાં ગર્ભગૃહનાં પ્રવેશદ્વારને સોનાથી મઢવામાં આવશે. આ ઉપરાંત શિવજી, પાર્વતી, ગણપતિ, કાર્તિકેય ભગવાન માટે સોનાનાં મુગટ બનાવાયા છે. એટલું જ નહીં, ગર્ભગૃહમાં હજુ સુવર્ણથી મઢવાની બાકી દિવાલોને પણ આવરી લેવામાં આવશે. અગાઉ આ તમામના માપ-સાઈઝ લઈ જવાયા હતા અને એ પ્રમાણે જ ૩૫ કિલો સોનામાંથી નિર્માણ થઈ જતાં આગામી તા. ૫મીએ મંગળવારે દિલ્હીથી ચુસ્ત બંદોબસ્ત વચ્ચે લઈ આવીને વિધિ-વિધાન સાથે અર્પણ કરાશે, તેમ સોમનાથ ટ્રસ્ટના સુત્રોએ જણાવ્યું છે.

Leave A Reply