અમેરિકાના કેલિફોર્નિયામાં શીખની ચાકુ મારી હત્યા

1451972645_Sikh man has been stabbed to death in Californias Fresno city on January 1– વર્ષ 2016ની ફ્રેન્સો શહેરની હેટ ક્રાઇમની પ્રથમ ઘટના

– ભારતીય વૃદ્ધની હત્યા વંશવાદ પ્રેરિત હોવાનું પોલીસનું પ્રાથમિક તારણ

સાન ફ્રાન્સિસ્કો, તા.૪

કેલિફોર્નિયાના ફ્રેન્સો શહેરમાં ૬૮ વર્ષના એક શીખ સજ્જનની ચાકુ મારી હત્યા કરી દેવાતા પોલીસે હેટ ક્રાઇમની તપાસ શરૃ કરી હતી. આ હત્યાને દેશની હેટ ક્રાઇમની પ્રથમ હત્યા મનાય છે. વેસ્ટ શિલ્ડ્સ એવેન્યુમાં શિલ્ડ્સ એક્સપ્રેસની શરાબની દુકાનમાં કામ કરતાં ગુરૃચરન સિંહ ગિલ પર જ્યારે ભર બપોરે હુમલો કરવામાં આવ્યો ત્યારે તેઓ દુકાનમાં કામ કરી રહ્યા હતા, એમ લેફ.મિન્ડી કોસ્ટાએ કહ્યું હતું.

તપાસ હજુ ચાલુ છે ત્યારે સ્થાનિક સમુદાયના સભ્યોએ કહ્યું હતું કે આ હેટ ક્રાઇમનો કેસ છે કારણ કે તેમની ત્વચા અને ઓળખના કારણે જ તેમની પર હુમલો કરવામાં આવ્યો હતો. ઘટના સ્થળે જ્યારે ફ્રેન્સો પોલીસ વિભાગના અધિકારીઓ દોડી આવ્યા ત્યારે  તેમને શીખ વૃધ્ધ જમીન પર પડેલા મળ્યા હતા. ઇમર્જન્સી મેડિકલ ટીમે તેમની સારવારનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ ત્યાં જ ગુજરી ગયા હતા એવું તબીબોની ટીમે કહ્યું હતું.

હત્યાનું કારણ અને હેતુ જાણવા મળ્યું નહતું. તેમની હત્યાને આ શહેરમાં વર્ષ ૨૦૧૬ની પ્રથમ હત્યા ગણવામાં આવી હતી, એમ પોલીસે કહ્યું હતું. ૨૮મી ડીસેમ્બરે પણ એક વૃધ્ધ શીખ પર ફ્રેન્સોમાં બે જણાએ હુમલો કર્યો હતો. બન્ને કેસમાં હજુ સુધી કોઇની ધરપકડ કરવામાં આવી નથી. પોલીસે સ્થાનિકોને આ ઘટના અંગે કોઇ જાણકારી હોય તો  સહાય કરવા વિનંતી કરી હતી.

Leave A Reply