રીક્ષાચાલકના પુત્રએ એક દિવસમાં બનાવ્યા 652 રન, તોડ્યો 117 વર્ષનો રેકોર્ડ

pranav-dhanawade1_1451968મુંબઈ : મુંબઈના યુવા ક્રિકેટરે પ્રણવ ધનાવદે 652 રન બનાવી સ્કૂલ ક્રિકેટમાં 117 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. પ્રણવે 199 બોલમાં 78 ફોર અને 30 સિક્સર સાથે એક જ દિવસમાં અણનમ 652 રન ફટકારી દીધા હતા. કલ્યાણ રહેવાસી પ્રણવના પિતા રીક્ષાચાલક છે, પ્રણવ ધોનીની જેમ ક્રિકેટર બનવા માંગે છે.

બેસ્ટ સ્કોરનો વર્લ્ડ રેકોર્ડ
 652 રનની ધમાકેદાર ઇનિંગ્સ સાથે પ્રણવે બેસ્ટ વ્યક્તિગત સ્કોરનો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. આ પહેલા રેકોર્ડ એઈજી કોલિન્સના નામે હતો, તેણે ઇંગ્લેન્ડમાં 1899માં 628 રનની અણનમ ઇનિંગ્સ રમી હતી.
પ્રણવની ટીમે પ્રથમ દિવસે બનાવ્યા 956 રન
 પ્રણવે મુંબઈ ક્રિકેટ એસોસિયેશન દ્વારા આયોજીત ભંડારી કપમાં કેસી ગાંધી સ્કૂલ તરફથી રમતા આર્ય ગુરૂરુલ સ્કૂલ સામે આ સ્કોર બનાવ્યો હતો. પ્રણવના 652 રનની મદદથી તેની ટીમે પ્રથમ દિવસના અંતે 1 વિકેટ ગુમાવી 956 રન બનાવી લીધા છે.  જે એક રેકોર્ડ છે.  દિવસના અંતે પ્રણવ 652 રન અને સિધ્ધેશ પાટીલ 100 રને રમતમાં છે. આકાશ સિંગ 173 રન બનાવી આઉટ થયો હતો.
 શું કહ્યું પ્રણવે
 10માં ધોરણમાં અભ્સાય કરતા પ્રણવે આ ઇનિંગ્સ બાદ જણાવ્યું હતું કે, ‘‘હું ઘણો ખુશ છું. હરિફ ટીમના બોલરો ઘણા સારા છે. જ્યાં સુધી રેકોર્ડની વાત છે તો જ્યાં સુધી 400નો સ્કોર પાર કર્યો ન હતો ત્યાં સધી રેકોર્ડની વાત મગજમાં ન હતી.’’
મુંબઈના આ યુવા પણ રમી ચુક્યા છે મોટી ઇનિંગ્સ
 મુંબઈના ઘણા યુવા ક્રિકેટરો મોટી ઇનિંગ્સ રમી ચુક્યા છે. બે વર્ષ પહેલા પૃથ્વી શોએ  546 રનની ઇનિંગ્સ રમી હતી. 2009માં સરફરાઝ ખાને 439 રનની અને 2010માં અરમાન જાફરે 498 રનની ઇનિંગ્સ રમી હતી.

Leave A Reply