Friday, April 19

નવસારી પૂર્ણા નદીમાં ST બસ ખાબકતાં ૪૨નાં મોત

Want create site? Find Free WordPress Themes and plugins.

1454707863_aksmat-1– નવસારી-બારડોલી રોડ પર ગુરુકુળ સુપા નજીક ગોઝારો અકસ્માત

– મૃતકોમાં મોટા ભાગના વિદ્યાર્થીઓ ડ્રાઇવર-કન્ડકટરના મોત

ટર્નિંગ પર રોંગ સાઇડે આવતા બાઇકને બચાવવા જતા બ્રિજની રેલિંગ તોડી બસ ૭૦ ફૂટ ઊંચેથી ફંગોળાઇ

નવસારી, તા.૫
નવસારી બારડોલી સ્ટેટ હાઇ વે પર આવેલા ગુરુકુલ સુપા ગામનાં પૂર્ણાનદીના બ્રીજ પર ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં સામેથી રોંગ સાઇડ પર આવતા બાઇક સવારને બચાવવા જતા નવસારીથી ઉકાઇ જતી બસનાંચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતાં ૬૨થી વધુ મુસાફરો ભરેલી બસ ૭૦ ફૂટ નીચે નદીમાં ખાબકતા ૪૨ મુસાફરોના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. જેના પગલે અરેરાટી વ્યાપી ગઇ હતી. આ દુર્ઘટનામાં ૨૫ મુસાફરોને ઇજા થઇ હતી. જેમાં ૪ની હાલત ગંભીર છે.
પ્રાપ્ત માહિતી મુજબ આજે સાંજે ૪.૩૫ વાગ્યે નવસારી એસ.ટી.ડેપોમાંથી ઉકાઇ જવા માટે સોનગઢ ડેપોની એસ.ટી.બસ (નં.જીજે-૧૮-વાય-૩૮૧૯) અને કન્ડાકટર કૈલાશભાઇ વિઠ્ઠલભાઇ પગારે (બેજ.નં.૫૦૩) નીકળ્યા હતા. આ બસમાં સરભોણ બારડોલી વ્યારા તરફ જવા માટે અંદાજે ૬૨થી વધુ મુસાફરો સવાર થયા હતા. જેમાં નવસારીની બી.પી.બારીયા કોલેજ, અગ્રવાલ કોલેજ, નારણલાલ કોલેજ, અબ્રામાની એન્જીનયરીંગ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ પોતાનાં ઘરે જવા નીકળ્યા હતા.
નવસારીથી ઉકાઇ જવા માટે નીકળેલી આ એસ.ટી.બસ દંડેશ્વર ગામથી આગળ જવા માટે નીકળી હતી અને ગુરુકુલ સુપા ગામનાં પૂર્ણાનદીના બ્રીજ પરથી પુરપાટ ઝડપે આગળ જઇ રહી હતી. ત્યારે એક વળાંક પાસે બસનાં ડ્રાઇવરે જોયુ કે સામેથી એક બાઇક સવાર રોંગસાઇડમાં આવી રહ્યો છે. તેને બચાવવાની લ્હાયમાં બ્રેક મારતા બસનું બેલેન્સ ખોરવાતાં ડ્રાઇવર તેને કાબુમાં રાખી શક્યો ન હતો અને બસ બ્રીજની રેલીંગ તોડીને ૭૦ ફુટ નીચે પૂર્ણા નદીમાં ખાબકી હતી. બસ નદીમાં ખાબકતા જ અંદર સવાર મુસાફરોની મરણ ચીસોથી વાતાવરણ ભરાઇ ગયુ હતું. નજીકનાં ગામોમાંથી સ્થાનિકો લોકોને આ વાતની જાણ થતાં લોકો દોડી આવ્યા હતા અને મુસાફરોને બચાવવા માટે પ્રયાસો હાથ ધર્યા હતા.
આ દુર્ઘટનાની જાણ થતા નવસારી જિલ્લા વહીવટી તંત્ર પોલીસતંત્રે હોસ્પીટલોને તુરંત એલર્ટ કરી દઇ બચાવ રાહત કામગીરી હાથ ધરી હતી. આ ગોઝારા અકસ્માતનાં સમાચાર વાયુવેગે પ્રસરતા હાહાકાર મચી ગયો હતો. વહીવટી તંત્ર અને પોલીસતંત્ર એ બે કલાકની ભારે જહેમત બાદ સ્થઆનિકોની મદદથી મૃત મુસાફરોની લાશો ઇજાગ્રસ્તોને હોસ્પિટલે પહોંચાડયા હતા. આ લખાઇ રહ્યુ છે ત્યારે રાત્રિના ૧૦-૦૦ વાગ્યા સુધી કામગીરી ચાલુ રહી હતી. કુલ ૬૨ પૈકી ૩૯ મુસાફરોનાં કરૃણ મોત નીપજ્યા હતા. ૪ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હાત. જ્યારે ૨૩ મુસાફરોને નાની મોટી ઇજા થઇ હતી. મોડી સાંજે તંત્રએ ક્રેઇનની મદદથી એસ.ટી.બસને ઉપર ઉઠાવી હતી. તે અગાઉ બસને કાપીને લાશી બહાર કાઢવામાં આવી હતી. આ દુર્ઘટનાથી અરેરાટી વ્યાપી ગઇ છે.

બસ દુર્ઘટના ઃ મૃતકોના પરિવારને ૪ લાખની સહાય
મુખ્ય મંત્રી આનંદીબહેન પટેલે નવસારી જિલ્લામાં એસ.ટી. બસને થયેલા ગમખ્વાર અકસ્માતમાં જાન ગુમાવનારાઓ ૩૭ કમનસીબ નિર્દોષ મુસાફર નાગરીકના વારસદારને રૃ. ૪ લાખની સહાય ચૂકવવાની જાહેરાત કરી છે. આ અકસ્માતમાં ઈજા પામેલા મુસાફરોની સારવારનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે તેમ પણ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું છે અને જાન ગુમાવનાર નિર્દોષ નાગરિકો પ્રત્યે ઘેરાશોકની લાગણી વ્યકત કરી સાંત્વના પાઠવી છે.

સ્ટેટ હાઈવે પર બંને તરફ પાંચ કિ.મી. સુધી ટ્રાફિકજામ
ગોજારા અકસ્માતને પગલે નવસારી બારડોલી સ્ટેટ હાઇવે ઉપર બને તરફ ચારથી પાંચ કિલોમીટર સુધીની ટ્રાફિક જામ સર્જાયો હતો. રસ્તાની ઉપર સતત એક પછી એક ૧૦૮ એમ્બ્યુલન્સની ઇમરજન્સી સાયરન વચ્ચે રસ્તો ઉફર નાના મોટા વાહનોનું બે કલાક સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો. લોકો વાહન રસ્તા ઉપર મુકી બચાવ કામગીરી માટે લાગ્યા હતા. તો કેટલાક લોકો દુર્ઘટના નીહાળવા માટે રસ્તા ઉપર ભીડ જમાવી હતી.

ક્રેઇનથી બસ ઉંચકી ત્યારે ટપોટપ ૧૦થી વધુ લાશો પડી
પૂર્ણા નદીમાં ખાબકેલી મુસાફરો ભરેલી એસ.ટી.બસને સમી સાંજે ક્રેઇનની મદદથી ઉંચકીને બહાર કાઢવામાં આવી હતી. બસને જ્યારે ક્રેઇનથી ઉંચકવામાં આવી ત્યારે તેમાંથી ટપોટપ ૧૦થી વધુ લાશ નદીમાં પડી હતી. બાદમાં આ તમામ લાશોને નદીના પાણીમાંથી બહાર કાઢી નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.

ટ્રાફિક નિયંત્રણ માટે યુવાનો સ્વયંભૂ જોડાયા
ગુરુકુલ સુપા પૂર્ણાનદીના બ્રિજ પર સર્જાયેલી દુર્ઘટનામાં બચાવ અને રાહત કામગીરી બે કલાક સુધી ચાલી હતા. જેમાં નવસારી જિલ્લાની ફાયર બ્રિગેડ એમ્બ્યુલન્સ સેવા તૈનાત કરી દેવાઇ હતી. વહીવટી તત્રની મદદ માટે સ્થાનિક લોકો આગળ ઘસી આવ્યા હતા. ટ્રાફિક નિયંત્રણ માટે સ્વયંભૂ રીતે યુવાનો તેમજ આર.એસ.એસ.નાં કાર્યકરો પોલીસની મદદમાં જોડાયા હતા. ચીચીયારી પાડતી એમ્બ્યુલન્સ પોલીસ અનેફાયરનાં વાહનોને ખુલ્લો રસ્તો અપાયો હતો. નવસારી રેડક્રોસ દ્વારાં જરૃરત મંદોને લોહી આપવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

Did you find apk for android? You can find new Free Android Games and apps.

Leave A Reply

44 − = 38

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud