Monday, May 20

ઉર્દૂના જાણીતા શાયર નિદા ફાઝલીનું મુંબઇમાં નિધન

1454931436_Noted Urdu poet Nida Fazli dies at 78– ભાગલા સમયે તેમને પિતાએ પાકિસ્તાન તો તેમને ભારત રહેવાનું પસંદ કરેલું

– નાની ઉંમરમાં ગઝલો લખવાનું શરૂ કરનાર ફાઝલી બોલીવુડને કેટલાય હિટ ગીતોને ભેટ આપી ચૂક્યા છે

મુંબઈ તા. 8 ફેબ્રુઆરી 2016

ઉર્દૂના જાણીતા શાયર નિદા ફાઝલીનું આજે મુંબઇમાં હાર્ટ-એટેકના કારણે નિધન થયું છે. તેઓ 78 વર્ષના હતા. તેમના નિધન પર કેટલીય જાણીતી હસ્તિઓએ શોક વ્યક્ત કર્યો છે. નિદા ફાઝલી તેમની લખાણનું નામ હતું. નિદાનો અર્થ છે અવાજ, જ્યારે ફાઝલી કાશ્મીરનો તે વિસ્તાર છે જ્યાંથી આવી તેમના વડવાઓ દિલ્હીમાં આવી વસ્યા હતા. તેમને શાયરીનો અંદાજ પોતાના પિતાથી વારસામાં મળી હતી.

ફાઝલીનો ટૂંકો પરિચય
12 ઓક્ટોબર 1938ના રોજ ગ્વાલિયરમાં જન્મેલા નિદાનું શરૂઆતમાં નામ મુક્તદા હસન હતું. તેમનો અભ્યાસ પણ અહિયા થયો હતો. તેમને 1998માં સાહિત્ય અકાદમી પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. 2013માં તેમને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. નિદા ફાઝલીએ ખુબ નાની ઉંમરમાં ગઝલો લખવાનું શરૂ કરી દિધું હતું.

રઝીયા સુલતાના
નિદા ફાઝલીનું ફક્ત ઉર્દૂ શાયરીમાં જ મોટી નામ નહતું પરંતું બોલીવુડમાં પણ તેમનું કદ ઘણું મોટુ હતુ. હેમા માલિની અને ધર્મેન્દ્રની ફિલ્મ રઝીયા સુલ્તાનામાં તેમણે પહેલીવાર બોલીવડ સાથે પોતાનો પરિચય કરાવ્યો હતો. ત્યાર બાદ પણ તેમણે હિંદી ફિલ્મોમાં કેટલાય હિટ ગીતો લખ્યા. પોતાના ફ્રેન્ક લેખન અને ટિપ્પણીઓના કારણે એક વખત લેખકોએ તેમનો બહિષ્કાર સુદ્ધા કરી નાખ્યો હતો.

પાકિસ્તાનમાં સહન કરવો પડ્યો હતો વિરોધ
તેમને લખેલા શેર ‘ઘર સે મસ્જિદ હૈ બડી દૂર, ચલો યે કર લેં. કિસી રોતે હુએ બચ્ચે કો હંસાયા જાએ’ ને લઇને પાકિસ્તાનમાં કટ્ટરપંથી મુસ્લિમોએ તેમનો જબરદસ્ત વિરોધ કર્યો. એક વખત જ્યારે તેમને સવાલ કરવામાં આવ્યો કે તેમને કહ્યું કે તેઓ ફક્ત એટલું જાણે છે કે મસ્જિદ માણસના હાથથી બને છે જ્યારે બાળકોને અલ્લાહ પોતાના હાથોથી બનાવે છે.

બોલીવડને આપેલા હિટ ગીતો
– તેરા હિજ્ર મેરા નસીબ હે, તેરા ગમ મેરી હયાત હે (ફિલ્મ રઝીયા સુલ્તાના)
– આઇ ઝંઝીર કી ઝન્કાર, ખુદા ખૈર કર (ફિલ્મ રઝીયા સુલ્તાના)
– હોશ વાલોં કો ખબર ક્યાં, બેખુદી ક્યાં ચીઝ હે (ફિલ્મ સરફરોશ)
– કભી કિસી કો મુકમ્મલ જહાં નહી મિલતા (ફિલ્મ આહિસ્તા-આહિસ્તા)
– તૂ ઇસ તરહ સે મેરી જીંદગીમે સામિલ હૈ (ફિલ્મ આહિસ્તા-આહિસ્તા)
– ચુપ તુમ રહો, ચુપ હમ રહે (ફિલ્મ ઇસ રાત કી સુબહ નહીં)
– દુનિયા જીસે કહતે હૈ, મિટ્ટી કા ખિલૌના હૈ (ગઝલ)
– હર તરફ હર જગહ બેશુમાર આદમી (ગઝલ)
– અપના ગમ લેકે કહીં ઓર ન જાયા જાયે (ગઝલ)
– ટીવી સીરિયલ ‘સૈલાબ’નું ટાઇટલ ગીત

ભારત-પાકિસ્તાનના ભાગલા સમયે તેમના પિતાએ પાકિસ્તાનમાં રહેવાનું પસંદ કર્યું હતો તો તેઓ ભારતમાં રહેવાનું.

 

Leave A Reply