Monday, May 20

26/11 હુમલોઃ મંગળવારે પણ હેડલીની જુબાની ચાલુ, મુંબઈનું સિદ્ધિ વિનાયક મંદિર હતું નિશાન પર

headly_1454992304મુંબઈ,તા.૮
શહેર પર થયેલા ૨૬/૧૧ના આતંકવાદી હુમલાના કેસમાં મુખ્ય સૂત્રધારોમાંના અકે અમેરિકન  નાગરિક તથા પાકિસ્તાન-અમેરિકી લશ્કરી તૈયબાના  ઓપરેટિવ ડેવિડ કોલમેન હેડલીએ સાક્ષીદાર તરીકે  ર્સ્શ્યલ કોર્ટ સમક્ષ જુબાની આપી હતી.
હાલ અમેરિકાની જેલમાં આ જ કેસમાં ૩૫ વર્ષની જેલની સજા ભોગવી રહેલા હેડલી અમેરિકાના અજ્ઞાાત સ્થળેથી વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટ સમક્ષ ઉપસ્થિત રહ્યો હતો. સવારે ૭.૦૦ વાગ્યાથી લઈને બપોરે ૧૨.૩૦ વાગ્યા સુધી  આ પ્રક્રિયા ચાલતી હતી. હેડલીએ કોર્ટમાં જણાવ્યું હતું કે પાકિસ્તાની આતંકવાદીઓએ ૨૬/૧૧ના હુમલા પહેલાં બે વાર આતંકી હુમલાનો પ્રયાસ કર્યો હતો જે નિષ્ફળ રહ્યો હતો.
પ્રથમ વાર સપ્ટેમ્બર ૨૦૦૮માં ૧૦ હુમલાખોરોનું જૂથ આવ્યું હતું  પણ સમુદ્રમાં ખડક સાથે તેમની બોટ અથડાવાને લીધે પ્રયાસ નિષ્ફળ ગયો હતો.  બોટમાંના તમામે લાઈફ જડેકેટ પહેર્યું હોવાથી તેઓ બચી ગયા હતા. જો કે હથિયારો અને વિસ્ફોટકો ગુમાઈ ગયા હતા. બીજી વાર પણ મહિના બાદ ઓકટોબર ૨૦૦૮માં પ્રયાસ કરવામાં આવ્યો હતો જેમાં  એજ આતંકવાદીઓ હતા. જોકે ત્રીજીવાર તેઓ હુમલો કરવામાં સફળ રહ્યા હતા.
હેડલીએ પોતે લશ્કરે તૈયબા (અલેઈટી)ના કટ્ટર સમર્થક હોવાનું જણાવીને તે ૨૬ નવેમ્બર, ૨૦૦૮ના રોજ થયેલા આતંકવાદી હુમલા પૂર્વે  અને ત્યારબાદ એકવાર એમ કુલ ૮ વાર ભારતની  મુલાકાતે આવ્યો હતો.
હેડલીએ કબૂલ્યું હતું કે તે ખોટી ઓળખાણ આપીને મુંબઈ આવ્યો હતો. લશ્કરના ઓપરેટિવ સાજીદ મીરના કહેવાથી તેણે આમ કર્યું હતું.  સાજીદ કથિત પાકિસ્તાની  નાગરિકે છે અને તેનો સાથીદાર અને હેન્ડલર હતો. આ કેસમાં તે પણ એક આરોપી છે.
ભારતમાં આવવા માટે નવો પાસપોર્ટ બનાવવા  માટે તેણે  પોતાનું નામ દાઉદ ગિલાની બદલીને  ડેવિડ કોલમેન હેડલી રાખ્યું હતું. સેશન્સ કોર્ટના સ્પેશ્યલ જજ જી.એ.સાનપ  સમક્ષ હેડલીએ જુબાની આપી હતી.વિશ્વના કાનૂની ઈતિહાસમાં  કદાચ પ્રથમવાર એક આતંકવાદી વિદેશમાં જીવંત  પુરાવા આપી રહ્યો હોય એવી આ ઘટના છે. હેડલી આ કેસમાં આતંકવાદી હુમલા પાછળના  વધુ બહોળા ગુનાહિત કાવતરાને  બહાર પાડે એવી શક્યતા છે. આને લીધે  હાલ ભારતીય નાગરિકો સામે ચાલી રહેલો કેસ મજબૂત થશે એમ વિશેષ સરકારી વકીલ ઉજ્જવલ નિકમે જણાવ્યું હતું. હેડલીએ જણાવ્યું હતું કે લશ્કરના વડા  હાફીઝ સઈદથી પ્રભાવિત થઈને લશ્કરે તૈયબામાં  જોડાવાનો નિર્ણય લીધો હતો.  મુઝફફરાબાદમાં ૨૦૦૨માં   તેણે પહેલો કોર્સ કર્યો હતો. હેડલી કાશ્મીરમાં  ભારતીય લશ્કર સામે  સક્રિય લડત  ચલાવવા  માગતો હતો પણ એલઈટીના કમાન્ડર ઝાકીઉર રહેમાન લખવીએ  તેને અટકાવ્યો હતો અને જણાવ્યું હતું કે તેને આથી વધુ સાહસિક કાર્ય આપવામાં આવશે.હેડલીને દાખવેલી સાજીદ મીરની તસવીર પણ તેણે ઓળખી બતાવી હતી.
હેડલાની નિવેદનથી જણાયું છે કે  ઈન્ટર સર્વિસીસ ઈન્ટેલિજન્સ (આઈએસઆઈ) અને લશ્કરે તૈયબા  (એલઈટી) વચ્ચે ગાઢ સંબંધ છે, હેડલીએ  આપેલા પુરાવા પર નિર્ણય લેવાનું કામ ભારત સરકારનું  છે.  હેડલીએ કોર્ટમાં જે માહિતી  આપી છે તેનાથી હું સંતુષ્ટ છું. એફબીઆઈએ ક્યારેય પૂછી ન હોય એવી  અમુક વાતો હું હેડલીને પૂછીશ, એમ નિકમે પત્રકારોને જણાવ્યું હતું.

હેડલીએ કરેલા ખુલાસા
લશ્કરે પાકિસ્તાનમાં બે વર્ષ સુધી મને તાલીમ આપી હતી
પાક. એજન્સી આઇએસએ લશ્કર સાથે મળીને ભારત વિરુદ્ધ હુમલાનું કાવતરુ ઘડયું
હાફિઝ સઇદના અનેક વીડિયો દેખાડી મને ભડકાવવામાં આવ્યો
આતંકી સાજિદ મીરે બદલેલા નામથી તેનો પાસપોર્ટ બનાવડાવ્યો
હુ સાત વખત પાક.થી અને એક વખત સા. અરબથી ભારત આવ્યો હતો
૨૬/૧૧ હુમલા બાદ પણ લાહોરથી એક વખત ફરી મુંબઇ આવ્યો
૨૬/૧૧ પહેલા બે વખત મુંબઇ હુમલાના નિષ્ફળ પ્રયાસ કર્યા હતા
૨૦૦૬માં મે મારુ નામ બદલી દાઉદ ગિલાનીથી ડેવિડ હેડલી રાખ્યું હતું
મે ભારતમાં આવી મુંબઇની તાજ હોટેલ, ઓબેરોય હોટેલ, નરીમન હાઉસની જાસુસી કરી હતી
મારી જાસુસીનો ઉપયોગ આતંકી હુમલાને અંજામ આપવા કરાયો હતો

હેડલીએ આપેલી માહિતી પાક. સામેના ડોઝિયરમાં ઉમેરાશે
મુંબઈ,તા.૮
૨૬/૧૧ના આતંકવાદી હુમલાની યોજના અને તેના અમલ વિશે ડેવિડ હેડલીએ આપેલી માહિતીને પાકિસ્તાનને સુપરત કરવાના પુરાવાના નવા ડોઝીયરમાં સમાવિષ્ટ કરવામાં આવી શકે છે, એમ ગૃહ મંત્રાલયે જણાવ્યંુ હતું.
હેડલીએ આપેલી માહિતી ‘સંવેદનશીલ’ હોવાનું સરકારી વકીલ ઉજ્જવલ નિકમે જણાવ્યું છે અને આ માહિતી પાકિસ્તાન સામે સરકાર વાપરી શકે છે, એમ ગૃહ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું છે.
લશ્કરના વડા ઝાકીઉર રહેમાન લખવી અને અન્ય છ જણની ધરપકડ કરવામાં આવી હોવા છતાં પાકિસ્તાની કોર્ટે હજી કોઈ પ્રગતિ નથી સાધી.
હેડલીએ સ્પેશ્યલ કોર્ટ સમક્ષ જણાવ્યું હતું કે પાકિસ્તાનમાં ૨૦૦૨માં કઈ રીતે આતંકવાદી જૂથ લશ્કરે તૈયબામાં જોડાયો હતો. હફીઝ સઈદ નામના લશ્કરના વડાના ભાષણોથી પ્રભાવિત થયો હતો. પાકિસ્તાનના આઈએસઆઈએ લશ્કર સાથે મળીને ૨૬ નવેમ્બર, ૨૦૦૮માં આતંકવાદી હુમલો કર્યો હતો, એવી સંવેદનશીલ માહિતી આપી છે. ૨૦૦૯માં હેડલી અમેરિકાથી પકડાયો હતો.

Leave A Reply