મનમોહનસિંહે મૌન તોડ્યુ, નરેન્દ્ર મોદીને પૂછ્યા આકરા સવાલો

1455280987_modi manશા માટે મોદી મુઝ્ફ્ફરનગર અને માંસ જેવા મુદ્દે બોલતા નથી?

દેશનો વિકાસ યુપીએ સરકાર વખતે હતો એટલો જ છેઃ મનમોહનસિંહ

નવી દિલ્હી, 12 ફેબ્રુઆરી

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ ઓછુ બોલવા માટે જાણીતા છે. આજે તેમણે ઈન્ડિયા ટૂડેને આપેલી એક મુલાકાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન તાક્યુ હતું. મનમોહનસિંહે કહ્યુ હતું કે નરેન્દ્ર મોદી અનેક પ્રકારની ટ્વીટ કરે છે, પણ પસંદગીના મુદ્દા પર જ. જેમાં ખરેખર જવાબદારી પૂર્વક બોલવું જોઈએ એવા મુઝફ્ફરનગરના તોફાનો, ગૌમાંસ વિવાદ, દાદરીકાંડ વગેરે મુદ્દે મોદી કેમ ચુપ રહે છે?

અર્થતંત્ર અંગે વાત કરતા તેમણે કહ્યુ હતું કે અમે સત્તા છોડી ત્યારે વિકાસ દર 6.9 ટકા હતો. આજે એ 7થી 7.2 ટકા વચ્ચે રહે છે. એટલે ખાસ વધારો થયો નથી. વળી વિકાસદરને બાદ કરતા અન્ય આર્થિક વિકાસના માપદંડોમાં પણ ભારતે ખાસ પ્રગતિ કરી નથી. દેશની આર્થિક હાલત યુપીએ સરકારે સત્તા છોડી ત્યારે હતી એવી જ છે.

નરેન્દ્ર મોદીની લાહોર મુલાકાત અંગે બોલતા તેમણે કહ્યુ હતું કે પડોશી સાથે સારા સબંધો રાખવા એ સારી વાત છે. પણ સારા સબંધો રાખવાના બહાને કલ્પનાજગતમાં રાચવું ઠીક નથી. એમાંય પાકિસ્તાન જેવા દેશ સાથે સબંધો આગળ વધારતી વખતે તેનું પરિણામ શું આવશે તેનો વિચાર પહેલાથી જ કરી લેવો જોઈએ તેમ તેમણે ઊમેર્યુ હતું.

 

 

Leave A Reply