હાર્દિકનો જેલમાંથી પિતાને પત્ર: IAS અધિકારીએ આંદોલન બંધ કરવા મને 1200 કરોડની ઓફર કરી

untitled-1_1455290614સુરત: આંદોલન બંધ કરવા માટે ગુજરાત સરકારના આઇએએસ ઓફીસરે રૂ.1200 કરોડની ઓફર અને રાષ્ટ્રીય કક્ષાએ ભાજપ યુવા મોરચાનું પદ આપવા ઓફર કરી હોવાનો લાજપોર જેલમાંથી હાર્દિક પટેલે વિરમગામ રહેતાં તેના માતા-પિતાને વધુ એક સ્ફોટક પત્ર લખ્યો છે. અને જો આંદોલન બંધ નહી કરે તો તેને જેલમાંથી કોઇ છોડાવશે નહી એવી ચીમકી આપી છે.

જેલમાં આઈએએસ સહિત બે-ત્રણ વ્યક્તિ મળવા આવે છે અને રાષ્ટ્રીય ભાજપ યુવા મોરચાના હોદ્દાની પણ ઓફર કરે છે
 જો કે લાજપોરની જેલના અધિકારીની સહી કે સિક્કો નહીં હોવાથી મતમતાંતર ફેલાયો છે. જાણકારોના મતે આ પત્રમાં હાર્દિકના અક્ષર છે
અને જેલ તંત્રની જાણ બહાર લખાયો છે. રાજદ્રોહના ગુના હેઠળ લાજપોરની જેલમાં રહેલા પાસ સમિતિના કન્વીનર હાર્દિક પટેલએ તેના પિતા ભરતભાઇ એન. પટેલને સંબોધન કરતો વધુ એક સ્ફોટક પત્ર લખ્યો છે. આ પત્રમાં સરકાર સામે સીધા આક્ષેપ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. જેમાં હાર્દિક પટેલએ સારાંશ સહ જણાવ્યું છે કે અમદાવાદ અને લાજપોરની જેલમાં છેલ્લા ત્રણ ચાર દિવસોથી સરકારના બે ત્રણ વ્યકિતઓ મળવા આવે છે, આ પૈકીના એક સરકારમાં ઉચ્ચ હોદ્દા પર છે અને એ‌વું કહેવાય છે કે આ ગુજરાતની સરકાર ચલાવે છે, જેણે પાટીદારો પર લાઠીચાર્જ અને ગોળીબારના આદેશો દિલ્હીના ઇશારે આપ્યા છે. જે નિર્દોષ યુવાનોને જેલમાંથી બહાર આવવા દેતો નથી.

હાર્દિકના નવા ‘લેટર બોમ્બ’ના મુખ્ય મુદ્દા

– જેલમાં છેલ્લા 3-4 દિવસથી એક આઈએએસ સહિત બે-ત્રણ વ્યક્તિ મળવા આવે છે.
– આ આઈએએસ સરકારમાં ઉચ્ચ હોદ્દા પર છે અને કહેવાય છે કે આ જ ગુજરાતની સરકાર ચલાવે છે.
– આ વ્યક્તિએ જ પાટીદારો પર લાઠીચાર્જ-ગોળીબારનો આદેશ દિલ્હીના ઈશારે આપ્યો હતો.
– આ જ વ્યક્તિ નિર્દોષ યુવાનોને જેલમાંથી બહાર નથી આવવા દેતો
– આ વ્યક્તિએ રૂ. 1200 કરોડ અને રાષ્ટ્રીય ભાજપ યુવા મોરચાની ઓફર કરી પણ આંદોલન બંધ કરવાના પત્ર પર સહી કરી સમાજને આહ્વાન કરવાની શરત
– જો આંદોલન બંધ નહીં થાય તો રાજ્યમાં કોઈ તને જેલમાંથી નહીં છોડાવે તેવી ધમકી
– શું રાજ્યની કોર્ટ કાયદા પર ચાલે છે કે, સરકારના આવા વચેટિયાઓથી
– પાછા રૂ. 1200 કરોડ કોની પાસેથી લાવશે, ખેડૂત, નોકરીની ફીના ઉઘરાવેલા રૂપિયામાંથી
સમાધાનની વાત કરવા આવે એને ના પાડી દેજો
– સરકાર જો માંગ સ્વીકારશે તો આંદોલન બંધ કરી દઈશ
– સમાજના આગેવાનોને કહી દેજો, મારા દિકરાને પછી, પહેલા અન્ય યુવાનોને છોડાવે.

Leave A Reply