અમરેલીઃ સાવરકુંડલા પાસે ST બસ પલટી જતાં 10 લોકોનાં મોતની આશંકા, 40 ઈજાગ્રસ્ત

img-20160213-wa0017_2img-20160213-wa0018_અમરેલી: અમરેલી જિલ્લાના સાવરકુંડલા પાસેના લુવારા ગામ પાસે આવેલા ફાટક પર એસટી બસ પલટી ખાતા 10 મુસાફરોના મોતની આશંકા છે. જ્યારે 40થી વધારે ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાની જાણ થતાં આજુબાજુ ગામના લોકો દોડી આવ્યા હતાં અને દટાયેલા લોકોના બહાર કાઢવામાં મદદ કરી રહ્યા છે. એસટી બસના અધિકારી, પોલીસ ઘટના સ્થળે પહોંચ્યા હતાં. જ્યારે 108ની પાંચ ટીમો પણ ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી શરૂ કરી દીધી છે અને ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

ઉપલેટાથી મહુવા જઈ રહી હતી બસ
ઉપલેટા ડેપોની GJ 18- Y 7798 આ બસ જુનાગઢથી મહુવા તરફ થઈ રહી હતી ત્યારે ગાધકડા ગામ પાસેના લુવારા ફાટક નજીકથી 11 વાગ્યાની આસપાસ આ બસ પસાર થઈ રહી હતી ત્યારે ફાટક નજીકના વળાંક પર એસટી બસના ડ્રાઈવરે કાબૂ ગુમાવી દેતા બસ પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં સર્જાતા જ બસમાં બેઠેલા મુસાફરોના જીવ તાળવે પહોંચી ગયા હતાં.
ઉલ્લેખનીય છે કે નવસારીના સુપા ગામમાં આવેલી નદીમાં એસટી બસ ખાબકી હતી જેમાં 41 મુસાફરોના મોત નિપજ્યા હતાં. ગુજરાતભરમાં છેલ્લા 10 દિવસમાં એસટી બસના 4 અકસ્માત સર્જાયા હતાં.

Leave A Reply