Monday, May 20

બજેટ 2016: ઈન્કમ ટેક્સ સ્લેબ યથાવત્, કાર-સોનું મોંઘા, મકાન લેવું થયું સસ્તુ

News2_20160229103244194કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીએ સંસદમાં વર્ષ 2016-17 માટે બજેટ રજુ કર્યું. બજેટ પહેલા જ શેર બજારમાં ઉથલપાથલ શરૂ થઈ ગઈ હતી.  બજાર 120 અંક વધારા સાથે ખુલ્યું હતું. પરંતુ ત્યારબાદ સેન્સેક્સ ડાઉન ગયો હતો. રૂપિયામાં પણ કડાકો જોવા મળ્યો.

સંસદની કેબિનેટ બેઠક યોજાઈ જેમાં બજેટ 2016-17ને કેબિનેટની મંજૂરી પણ મળી ગઈ. બજેટ પહેલા રાજ્ય નાણામંત્રી જયંત સિન્હાએ કહ્યું હતું કે લોકોને બજેટ માટે ખુબ આશાઓ  છે અને સરકારે બહુ સમજી વિચારીને બજેટ તૈયાર કર્યુ છે.  સરકાર દેશની આર્થિક પરિસ્થિતિ સુધારવાની કોશિશ કરી રહી છે. આ ઉપરાંત રવિવારે મન કી બાતમાં પણ વડાપ્રધાને સ્વીકાર્યુ હતું કે આજે 125 કરોડ ભારતવાસીઓ તેમની પરિક્ષા લેવાના છે. વિદ્યાર્થીઓને પરીક્ષા અંગે સૂચનો આપતાં મોદીએ કહ્યું હતું કે સોમવારે મારી પણ પરીક્ષા છે, સંસદમાં બજેટ રજૂ થવાનું છે, દેશનાં 125 કરોડ નાગરિકો મારી પરીક્ષા લેશે, પરંતુ મને વિશ્વાસ છે એ કે હું તમને પણ સફળતાની શુભેચ્છા આપું છું.

સામાન્ય બજેટની મુખ્ય રજુઆતો પર એક નજર:

નબળા વર્ગ માટે 3 યોજનાઓ

 • ખેડૂતના વિકાસ માટે પીએમ પાક વીમા યોજના
 • સ્વાસ્થ્ય વીમા યોજના શરૂ કરવામાં આવશે
 • એક તૃતિયાંશ લોકોને સ્વાસ્થ્ય વીમો આપવામાં આવશે
 • ગરીબ પરિવારો માટે રસોઈ ગેસ (બીપીએલ પરિવારને રાહત દરે રાંધણ ગેસ)
 • ભૂ-જળ સંશોધન માટે 6,000 કરોડ રૂપિયાની જોગવાઈ
 • 12 રાજ્યોના ખેડૂતો માટે ઈ-પોર્ટલ
 • 16 કરોડ ઘરોમાં ડિજિટલ સાક્ષરતા પહોંચાડાશે
 • નાના કરદાતાઓને રાહત
 •  5 લાખ સુધીની આવક પર ટેક્સમાં વધુ 3000 સુધીની રાહત ,અગાઉ 2000 સુધી હતી આમ કુલ 5000ની રાહત મળશે. 2 કરોડ લોકોને લાભ મળશે. આમ નાના કરદાતાઓને રિબેટ દ્વારા રાહત આપવાનો સરકારનો પ્રયત્ન
 • ઘરભાડા ભથ્થું 24000 રૂપિયાથી વધારીને 60,000 કરવામાં આવી.
 • ઈન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નહીં.
 • નવી કંપનીઓ માટે કોરપોરેટ ટેક્સ માટે નવી યોજના
 • આવકવેરા મુક્તિ મર્યાદા યથાવત રહેશે, કોઈ ફેરફાર નહીં
 • પહેલીવાર ઘર ખરીદતી વખતે વ્યાજમાં છૂટ, 50 વર્ષથી ઓછી કિંમતના ઘર પર 50000 રૂપિયાની છૂટ
 • એક કરોડથી વધુ આવકવાળા લોકો માટે સરચાર્જમાં વધારો, 12 ટકાથી વધીને 15 ટકા થશે
 • તમામ ગાડીઓ મોંઘી, ડિઝલ કાર પર 2.5 ટકા અને એસયુવી પર 4 ટકા એડિશનલ ટેક્સ, નાની ગાડીઓ પર 1 ઈન્ફ્રા સેસ
 • 10 લાખની વધુની  કાર પર 1 ટકો સરચાર્જ
 • સિગારેટ, કોલસો, બ્રાન્ડેડ કપડા, સોનું મોંઘુ થશે
 • પરમાણુ વિજળી માટે 5000 કરોડ રૂપિયાની ફાળવણી
 • પહેલી જૂનથી કરપાત્ર સેવાઓ પર 0.5 ટકા કૃષિ કલ્યાણ ટેક્સ
 • બીડી છોડીને તમામ તમાકુ ઉત્પાદનો મોંઘા, 15 ટકા ટેક્સ વધારો
 • દાળની કિંમતો સ્થિર રાખવા માટે 900 કરોડ રૂપિયાની જોગવાઈ
 • દાળ ઉત્પાદન વધારવા માટે 500 કરોડ રૂપિયાનું ફંડ
 • ખાતર માટે સીધી એકાઉન્ટમાં સબસીડી જમા થશે
 • રાજકોષિય ખોટ 3.5 ટકા કરવાનું લક્ષ્ય
 • ઈપીએફનો વિસ્તાર કરાશે, નવા કર્મચારીઓનો પીએફ સરકાર આપશે, શરૂઆતના ત્રણ વર્ષ માટે સરકાર હિસ્સો આપશે. માટે નવા સરકારી કર્મચારીઓના રૂપિયા કપાશે નહીં.
 • ગ્રામિણ વિસ્તારોમાં પોસ્ટ ઓફિસમાં એટીએમ લગાવવામાં આવશે.
 • બોગસ બચત યોજના સામે કાયદો લાવવામાં આવશે.
 • વડાપ્રધાન મુદ્રા યોજનામાં એક લાખ 80 હજાર કરોડ રૂપિયા
 • આધાર કાર્ડ મારફતે જ સબસડી મળશે
 • કૃષિ ક્ષેત્રમાં 100 ટકા એફડીઆઈની મંજૂરી
 • ખાતરની સબસીડી DBT મારફતે મળશે
 • કંપની અધિનીયમ 2013માં સંશોધન કરવામાં આવશે
 • સ્ટાર્ટ અપ માટે એક દિવસમાં કંપની રજિસ્ટર થઈ શકશે
 • વિનિવેશ વિભાગનું નામ બદલીને દિપમ કરવામાં આવશે
 • સરકારી બેંકો માટે 25 હજાર કરોડ રૂપિયાની ફાળવણી
 • સેબી અધિનિયમમાં સંશોધન કરવામાં આવશે
 • 20 શિક્ષણ સંસ્થાનો વિશ્વ સ્તરના બનાવવામાં આવશે
 • 20 બંધ એરપોર્ટ ફરી શરૂ થશે, 100 કરોડ રૂપિયાનો ખર્ચ થશે
 • મોલની જેમ દુકાનો પણ સાતે સાત દિવસ ખુલી રહી શકશે, તે માટેના નિયમો સરળ કરાશે
 • સસ્તી દવા માટે દેશભરમાં 30,000 મેડીકલ સ્ટોર ખુલશે
 • 10000 કિલોમીટરના નવા હાઈવે બનાવવામાં આવશે
 • 50000 કિલોમીટરના નવા સ્ટેટ હાઈવે બનશે
 • મજૂરોના કામના કલાકો અને રજાઓ નક્કી કરવામાં આવશે
 • સિનિયર સિટિઝન માટે 30000નું વધારાનું હેલ્થકેર કવર
 • 160 એરપોર્ટનો વિકાસ કરાશે
 • રોડ ક્ષેત્રમાં કુલ 97 હજાર કરોડનું રોકાણ કરાશે
 • રોડ અને હાઈવે માટે 55000 કરોડ રૂપિયાની જોગવાઈ
 • પરમિટ રાજને ખતમ કરશે સરકાર
 • 500 નવા નવોદ્ય વિદ્યાલયો ખોલવામાં આવશે
 • 62 નવી નવોદય શાળાઓ ખોલવામાં આવશે
 • 17000 કરોડ સ્કિલ ડેવલપમેન્ટ માટે ફંડની જાહેરાત
 • 15000 સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર  ખોલવામાં આવશે
 • ઉચ્ચ શિક્ષણ માટે નાણાંપંચની જાહેરાત
 • એસસી-એસટી હબની સ્થાપના કરવામાં આવશે
 • ઉચ્ચ શિક્ષણ નાણા પંચ માટે 1000 કરોડની જોગવાઈ
 • સ્ટેન્ડ અપ યોજના માટે 500 કરોડ રૂપિયાની ફાળવણી
 • ડાયાલિસિસમાં ઉપયોગમાં લેવાતા સાધનોમાં કરરાહત આપવામાં આવશે.
 • રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન શરૂ કરવામાં આવશે.
 • નેશનલ ડિજિટલ લિટ્રસી યોજના માટે 6 કરોડ રૂપિયા
 • 75 લાખ લોકોએ ગેસ સબસીડી છોડી છે
 • 1 એપ્રિલ 2016થી જમીન ડેટા ડિજિટલ બનશે
 • ગરીબોને રસોઈ ગેસ માટે 2000 કરોડ રૂપિયાની ફાળવણી, 4 કરોડ બીપીએલ પરિવારને સામેલ કરવામાં આવશે.
 • એક કરોડ 15 લાખ લોકોને ગેસ કનેક્શન
 • ગરીબોને 1 લાખ સુધી સ્વાસ્થ્ય વીમો અપાશે
 • રાષ્ટ્રીય ડાયાલિસિસ સેવા શરૂ કરવાની જાહેરાત, તમામ જિલ્લા હોસ્પિટલમાં આ સેવા પૂરી પાડવામાં આવશે.
 • વાજબી દરે દવા પૂરી પાડવામાં આવશે
 • 3000 જન ઔષધી એટલે કે સસ્તી દવાના સ્ટોર્સ ખોલવામાં આવશે
 • ગામડાઓ માટે ડિજિટલ સાક્ષરતા મિશન
 • મહિલાઓના નામે એલપીજી કનેક્શન આપવામાં આવશે
 • આ વર્ષે 5542 ગામડાઓમાં વીજળી અપાશે
 • આધાર કાર્ડ માટે  કાયદો બનાવવામાં આવશે
 • પીએમ સડક યોજનામાં 19,000 હજાર કરોડ રૂપિયા , 2019 સુધીમાં રસ્તાઓનો લક્ષ્યાંક પૂરો કરવામાં આવશે.
 • 2016-17માં 16 હજાર કરોડ રૂપિયા કર્જ આપવામાં આવશે
 • ખેતી માટે 9 લાખ કરોડ રૂપિયા કર્જ તરીકે ખેડૂતોને આપવામાં આવશે
 • પાક માટે વીમા યોજના માટે 5500 કરોડ રૂપિયાની જોગવાઈ
 • ડેરી ઉદ્યોગ માટે ચાર યોજનાઓ શરૂ કરવામાં આવશે
 • 2.87 લાખ કરોડ રૂપિયા ગ્રામ પંચાયતોને આપવામાં આવશે
 • સ્વચ્છ ભારત અભિયાન માટે 9 હજાર કરોડ રૂપિયાની જોગવાઈ
 • મનરેગા માટે 38500 કરોડ રૂપિયાની જોગવાઈ
 • 1 મે 2018 સુધીમાં દરેક ગામમાં વિજળી પહોંચાડાશે
 • ગામડાઓમાં વીજળી માટે 8500 કરોડ રૂપિયાની જોગવાઈ
 • સિંચાઈ માટે 20,000 કરોડ રૂપિયાની ફાળવણી
 • 5 વર્ષમાં ખેડૂતોની કમાણી ડબલ કરવામાં આવશે
 • 35984 કરોડ રૂપિયા ખેડૂતો માટે જોગવાઈ
 • સ્વચ્છ ભારત અંતર્ગત કચરામાંથી ખાતર બનાવવામાં આવશે
 • મનરેગા હેઠળ 5 લાખ તળાવ અને કૂવાઓ બનાવવામાં આવશે
 • 5 લાખ એકરમાં જૈવિક ખેતી થશે
 • દાળનું ઉત્પાદન વધારવા માટે 500 કરોડ રૂપિયાની જોગવાઈ
 • મંડી કાનૂનમાં બદલાવ લાવવામાં આવશે

Leave A Reply