સેન્સેક્સમાં 500 પોઇન્ટનો ઉછાળો, નિફ્ટી 7100ને પાર

1456812933_Day after Budget Sensex surges over 500 points– બજેટના બીજા દિવસે બજાર શાનદાર તેજીની સાથે કારોબાર કરી રહ્યું છે

– હાલ સેન્સેક્સ 507 પોઇન્ટ જ્યારે નિફ્ટી 156 પોઇન્ટ ઘટીને કારોબાર કરી રહ્યું છે

અમદાવાદ, તા. 1 માર્ચ 2016

બજેટના બીજા દિવસે બજાર શાનદાર તેજીની સાથે કારોબાર કરી રહ્યું છે. કારોબાર શરૂ થવા પર સેન્સેક્સમાં 300 પોઇન્ટનો ઉછાળો જોવા મળ્યો છે. જ્યારે નિફ્ટીમાં 113 પોઇન્ટનો ઉછાળો જોવા મળ્યો છે.

લાર્જ કેપ શેર 1.14 ટકાની તેજીની સાથે કારોબાર કરી રહ્યું છે વળી મિડકેપ-સ્મોલકેપમાં 0.8 ટકાના ઉછાળાની સાથે કારોબાર કરી રહ્યું છે.

બીએસઇનો 30 શેર વાળો ઇન્ડેક્સ સેન્સેક્સ 23,153.32 પર ખુલ્યો હતો જે 23,549.95ની ટોચની સ્તરે જઇ આવ્યો હતો જ્યારે 23,133.18ના તળીયે પણ જઇ આવ્યો હતો.

બીએસઇનો 30 શેર વાળો ઇન્ડેક્સ નિફ્ટી 7,038.25 પર ખુલી હતી જે 7,154.70ના ટોચના સ્તર પર જઇ આવી હતી જ્યારે 7,035.10ના તળીયે પણ જઇ આવી હતી.

આ લખાય છે ત્યાર બીએસઇનો સેન્સેક્સ 507.83 પોઇન્ટ (2.21%)ના વધારાની સાથે 23,509.83 પર જ્યારે નિફ્ટી 156.85 (2.24%)ના વધારાની સાથે 7,143.90 પર કારોબાર કરી રહ્યું છે.

Leave A Reply